Abtak Media Google News

આજકાલ હવે લોકોને એક-બીજા સાથે વાત કરવાનો પણ ટાઇમ નથી જ્યારે સોશિયલ મિડીયામાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા કલાકો સુધી માણસો વાતો કરે છે. આ કલાક માણસો સોશિયલ મિડિયામાં એક્ટીવ રહે છે. અને જો તમે આ સોશિયલ મિડીયા દ્વારા જ કમાણી કરી શકો તો ? તો આજે અમે તમને એવી જ ઘણી જોબ વિશે કહેવાના છીએ જે સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા થઇ શકે છે.

Advertisement

૧- સોશિયલ મિડીયા કો-ઓડિનેટર

આ જોબમાં તમારે રોજ લાઇવ થયેલી પોસ્ટ અને કંરંટ પોસ્ટ પર નજર રાખવાની રહેશે. કો-ઓડિનેટરએ સોશિયલ મિડીયા કંપની અને કસ્ટમર વચ્ચે એક લીંકનું કામ છે. આ જોબમાં તમારે કસ્ટમર તરફથી આવેલા પ્રશ્નોના જવાબ દેવના રહેશે આ જોબ માટે તમને મહિને ૩૫૦૦૦ની આસપાસ સેલેરી મળશે.

૨- સોશિયલ મિડીયા સ્પેશલિસ્ટ

તમે જો કોઇ મોટી જવાબદારી લેવા માટે સક્ષમ છો તો આ જોબને તમે પસંદ કરી શકો છો. આ જોબમાં તમારે કંપનીની સ્ટ્રેટી બનાવાની સાથે સાથે બીજી કંપનીઓના ક્લાઇટ્સને પણ હેન્ડલ કરવાના રહેશે. આમાં તમારે ઓનલાઇન થયેલી વસ્તુઓ પર નજર રાખવાની રહેશે. આ ક્ષેત્રમાં કામ કરનારે ૨૫૦૦૦ની સેલેરી મળે છે.

૩- સોશિયલ મિડીયા મેનેજર

જો તમારામાં જવાબદારી અને ટીમ લીડએ બંને ગુણ હોય તો આ જોબ તમારા માટે બેસ્ટ છે મેનેજરનું કામ ટીમને લીડ કરવાનું હોય છે. સાથે જ એવા કામ કરવાના હોય છે જેનાથી કંપનીને ફાયદો થાય આ જોબને મહિને ૨૪ હજારની સેલેરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.