Abtak Media Google News

ભડકાવ અને શાંતિભંગ કરતી પોસ્ટ મુકી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર સામે નોંધાશે ફરિયાદ

જૂનાગઢ પોલીસ વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોશીયલ મીડિયા ઉપર  બાજનજર રાખી રહી છે. આ માટે બે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને સોશીયલ મીડિયા ઉપર ભડકાવ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મુકી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર સામે ફરિયાદ નોંધી પગલા લેવાશે. આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇપણ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર વગેરે પર તેમજ મોબાઇલ પર ઇઞકઊં જખજ થી ખોટા ન્યૂઝ ફેલાવી જાહેર સુલેહ શાંતિ ડહોળવા અને કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશીયલ મીડિયા ઉપર ભડકાવ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મુકી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયાસ કરે તે ગુન્હો છે.

જો આવુ ધ્યાનમાં આવે તો જૂનાગઢ જિલ્લા પોલીસના નોડલ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.ગોહિલ મોબાઇલ નંબર 9106754657 ઇ-મેઇલ આઇડી pi-cybercell-jungujarat.gov.in તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જે. કોડીયાતર મોબાઇલ નંબર 9687711313, ઇ-મેઇલ આઇડી pi-cybercell-jungujarat.gov.in ઉપર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.