Abtak Media Google News

ખેતરમાં 3 થી લઈ  7.5 હોર્સપાવર સુધીના નાખવામાં આવેલા સોલાર પમ્પ સેટમાં  95 ટકા સબસીડી અપાઈ

સૌરાષ્ટ્રના ખેડૂતો વર્ષમાં બે – ત્રણ પાકો લઈ શકે તે માટે કુવો – બોર જેવા સોર્સ મારફત સિંચાઈની સુવિધા ધરાવતાં ધરતી પુત્રોને રાજ્ય સરકારની પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ઓફ ગ્રીડ સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ આપી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

Advertisement

પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટર ડો. ધીમંતકુમાર વ્યાસે આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતુ કે, પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જે લોકોને ગ્રીડ કનેકશન નથી તેવા ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ  સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત  પી.જી.વી.સી.એલ.ના સૌરાષ્ટ્ર રિજીયોનલ હેઠળના 12 જિલ્લાઓના 6944 ખેડૂતોના ખેતરમાં અંદાજીત રૂપિયા 317.67 કરોડના ખર્ચે 3 ઇંઙ થી લઈને 7.5 ઇંઙ સુધીના સોલાર પમ્પ સેટ નાંખવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોને 95 ટકા સબસીડી આપવામાં આવી છે.

આ યોજનાના લાભાર્થી ખેડૂતોમાં રાજકોટ જિલ્લાના 698,  અમરેલી જિલ્લાના 852, ભાવનગર જિલ્લાના 1117, બોટાદ જિલ્લાના 548, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 510, ગીર સોમનાથ જિલ્લાના 592, જામનગર જિલ્લાના 693, જુનાગઢ જિલ્લાના 566, કચ્છ જિલ્લાના 272, મોરબી જિલ્લાના 319, પોરબંદર જિલ્લાના 58 અને સુરેન્દ્રનગર જિલ્લાના 719 ખેડૂતોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, હાલમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (ઙખ-ઊંઞજઞખ) યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત 7.5 ઇંઙ સુધી કુલ સીસ્ટમના 30 ટકા કેન્દ્ર સરકાર અને 30 ટકા રાજય સરકારની સબસીડી મળવાપાત્ર છે. જયારે 40 ટકા રકમ ખેડૂતોએ ભરવાની થાય છે. આ યોજના હેઠળ પિયત સહકારી મંડળી – સંગઠન અને ક્લસ્ટર આધારિત સિંચાઈ સીસ્ટમને પણ આવરી લેવામાં આવી છે. જેનો બોર – કૂવા  ખેત તલાવડી ધરાવતાં ખેડૂતો લાભ લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.