Abtak Media Google News

રાજય સરકારની યોજનાથી અગરીયાઓનાં જીવનમાં આમૂલ પરિવર્તન

કચ્છના નાના રણનો મીઠા ઉદ્યોગ ગુજરાતના સૌથી જૂના ઉદ્યોગો પૈકીનો એક ઉદ્યોગ છે. કચ્છના નાના રણમાં ધોમધખતા તાપમાં અને હાડ ગાળી નાંખે તેવી ઠંડીમાં અગરિયા ભાઈઓ ઓક્ટોબરથી મે મહિના દરમિયાન જુદા-જુદા સ્થળે મીઠું પકવે છે. પરંતુ સૌનો સાથ સૌના વિકાસના ધ્યેય મંત્ર અને વરેલી આ સરકારે ગુજરાતના તમામ ક્ષેત્રોની સાથે અંતરિયાળ વિસ્તારોના વિકાસનો જે યજ્ઞ આરંભ્યો છે, તેનો લાભ આ રણ વિસ્તારના અગરિયા પરિવારોને પણ મળ્યો છે.

ઝાલાવાડના તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાને અડીને આવેલું કચ્છનું નાનું રણ અને તેમાં ઉત્પન્ન થતું મીઠું એ આ વિસ્તારના અગરિયા પરિવારોના જીવનનિર્વાહ માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. વર્ષના આઠ મહિના કાળઝાળ ગરમી અને હાડ થીજાવી દે તેવી ઠંડીમાં રણકાંઠાના ગામડાના અગરિયાઓ તેમના પરિવાર સાથે રણમાં ઝૂંપડા બાંધી જમીનમાં બોર કરી તેમાંથી પાણી ખેંચીને મીઠું પકવતા હોય છે.  અગરિયાઓ આર્થિક રીતે સમૃદ્ધ બને અને કચ્છના નાના રણને ડીઝલ એન્જિનના ધુમાડાથી મુક્ત કરી શકાય તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે સોલાર પંપ સિસ્ટમ સહાય યોજના અમલમાં મૂકી છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના 780 અને ધ્રાંગધ્રા તાલુકાના 407 એમ મળી કુલ 1187 અગરિયા પરિવારોને આ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા રણમાં મીઠું પકવતા અગરીયાઓ માટે સોલાર પંપની ખરીદી ઉપર 80 ટકા સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનું અમલીકરણ ઉદ્યોગ કમિશનરની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી દ્વારા કરવામાં આવી રહયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા 1187 લાભાર્થી અગરિયા પરિવારોની અરજી આ યોજના હેઠળ મંજૂર કરીને તેમને 21.23 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. અગરિયાઓ એક દિવસમાં સરેરાશ દસથી બાર લિટર ડીઝલનો વપરાશ કરતા હોય છે. સિઝનના 8 મહિના દરમિયાન વપરાતા ડીઝલની કિંમત અંદાજિત 3 લાખ રૂપિયા કરતાં પણ વધારે થતી હોય છે. રાજ્ય સરકારની આ યોજનાથી આગામી સમયમાં અગરિયાઓનાં જીવનમાં ખૂબ મોટો આર્થિક બદલાવ આવશે તેમ જણાવતા નવાગામ ખારાઘોડાનાં અગરિયા જીલુભાઇ પાટડીયા જણાવે છે કે, અમે રણમાં મીઠું પકવીએ છીએ. અમે પહેલા ડીઝલ મશીન દ્વારા મીઠું પકવતા હતા ત્યારે અમારે ખૂબ ખર્ચ થતો હતો અને શારીરિક શ્રમ પણ વધી જતો હતો પણ હવે સરકારની આ સોલાર યોજનાનો લાભ અમને મળવાથી અમારા ખર્ચમાં પણ

રણના અગરિયાઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે હવે રણમાં એક પણ અગરિયો વીજળીની સુવિધાથી નહિ રે રણમાં સોલાર સિસ્ટમ ફીટ કરી અને અગરિયાઓને તમામ પ્રકારની સુવિધા આપવા માટે રાજ્ય સરકારની આ યોજના માથી આગામી સમયમાં અગરિયાઓના જીવનમાં ખૂબ મોટી આર્થિક બદલાવ આવશે જેના કારણે અગરિયાઓ મીઠાનું ઉત્પાદન પણ વધારે કરી શકશે જ્યારે હાલમાં અગરિયા ઓબિચારા તરીકે ્ ઓળખાતા આવે અગરિયાઓ પણ સમૃદ્ધિ તરફ લઈ જવાનો સરકારનો પ્રાણ હાલમાં તો જાહેરાત કરવામાં આવી છે ત્યારે રણમાં સોલાર નખાય ત્યારે સાચી જાહેરાત ગણવામાં આવે તેવું પણ અગરિયાઓ જણાવે છે અગાઉ પણ અનેક પ્રકારની જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું અગરિયા હોય જણાવ્યું પરંતુ આજદિન સુધી હજુ સુધી જાહેર કરવામાં આવેલી સુવિધાઓ અગરિયાઓને પ્રાર્થના થઈ હોવાનું પણ જણાવ્યું છે ત્યારે વધુમાં અગરીયાઓએ જણાવ્યું કે હાલમાં 20 દિવસે પાણી મળે છે પ્રથમ તો પાણીની જરૂર છે ત્યારે હાલમાં સોલાર ભલે ગમે ત્યારે નાખે પરંતુ પાણી સમયસર પહોચતું થાય તેવું હાલમાં અગરિયાઓ અને તેના પરિવારે ઇચ્છી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.