શરાબની 8052 બોટલ, ક્ધટેનર સહિત ચાર વાહન મળી રૂ. 51.60 લાખનો મુદામાલ કબ્જે: એક ઝડપાયો ચાર નાશી ગયા
ધારી તાલુકાના ગોવિંદપુર ગામની સીમમાં વિદેશી દારૂના કટીગ સમયે પોલીસે દરોડો પાડી રૂ. ર3,53 લાખની કિંમતની શરાબની 8052 બોટલ ક્ધટેનર, બોલેરો, કાર અને ટાટા 407 મળી કુલ રૂ. 51,60 લાખના મુદામાલ સાથે ધારી પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. જયારે ચાર શખ્સ નાશી જતા તેઓની શોધખોળ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ધારી પોલીસને બાતમી મળી હતી કે ધારી તાલુકાના ગોવિંદપુર ગામની ધોકાધાર નામની સીમમાં શરાબનું મોટા પાયે કટીંગ થઇ રહ્યું હતું જે માહીતીના આધારે ધારી પોલીસની ટીમે દરોડો પાડતા ત્યાંથી એક ક્ધટેનર, તેમજ માલ કટીંગ કરવા માટે એક બોલેરો, ટાટા 407 અને એક કાર જેમાં માલ ભરવામાં આવી રહ્યો હતો.
પોલીસને જોતા ચાર શખ્સ નાશી છુટયા હતા.
જયારે દલખાણીયાના હિંમત સુખાભાઇ રાણાવડીયા નામનો શખ્સ ઝડપાય ગયો હતો. પોલીસે સ્થળ પરથી શરાબની 8052 બોટલ, ક્ધટેનર, બોલેરો, ટાટા 407 અને એક કાર મળી કુલ રૂ. 51.60 લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે દરોડા સમયે દલખાણીયાના શબીર ઉર્ફે સબુ નાથા તેમજ ક્ધટેનરનો ચાલક, બોલેરોનો ચાલક અને કારનો ચાલક નાશી જતા તેઓ વિરુઘ્ધ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.