Abtak Media Google News

ભારતમાં સાઇક્લીંગને સ્ટેટ્સ સાથે સરખાવીને જોવામાં આવે છે. જેની પાસે પૈસા આી જાય તો માત્ર બાઇક અને ગાડીવાળા જ ગમે છે. સાઇકલની કમાણી કરતા નથી ચાલતા બસ નિમ્ન-મધ્યમ વર્ગીય પરિવારના લોકો સાઇકલની સવારી કરે છે. સીધી રીતે કહીએ તો….લોકો મજબૂરીમાં સાઇકલ ચલાવે છે. જેની પાસે એટલા પૈસા નથી હોતા કે તે બાઇક કે ગાડી ખરીદી શકે.

એલેન શોની ઉમર ૫-૬ વર્ષની હશે જ્યારે તેની સાઇકલ ચોરી થઇ ગઇ હતી. નામ જાણીને આશ્ચરીય ન પામતા તેનો જન્મ બિહારમાં થયો હતો. બિહારના જમાલપુર ગામનો એ પરિવાર તો ખૂબ મોટો હતો પરંતુ સાઇકલ એક જ હતી. એલનના પિતા પૂજારી હતા. ઘરની એકલૌતી સાઇકલ ખરીદવા માટે તેને ત્રણ વર્ષ સુધી રુિ૫યા જમા કરવા પડ્યા હતા.

અને એક દિવસ એ સાઇકલ ચોરી થઇ ગઇ, ઘણાં અઠવાડિયા સુધી એ બિચારો ઘરની બહાર આવતી જાતી સાઇકલનું અવલોકન કરતાં રહ્યા. અને પોતાની સાઇકલ શોધતા રહ્યા.

એલન મોટા થયા ત્યારે તો કાર, બાઇક, પ્લેન દરેકની સવારી કરી ચુંક્યા હતા. ૨૦૦૮માં જ્યારે જર્મની ગયા તો ત્યાં તેને અલગ જ નજારો જોવા મળ્યો, તેણે જોયું કે યુરોપમાં દરેક વર્ગના લોકો સાઇકલ ચલાવે છે. એલનને એ વાત ખૂબ જ પસંદ આવી તેને અહેસાસ થયો કે પહેલાં તે ખોટું વિચારી રહ્યા હતા. કે ગરીબો જ સાઇકલ ચલાવે છે.

૨૦૧૨માં એલન ભારત પાછા  આવ્યા અને તેણે દિલ્લીથી ૯૦૦ KMની સફર કરી ઉદ્યપુર, રાજસ્થાન પહોંચ્યા. એવુ તેણે પોતાનું બાળપણ પાછુ જીવવા માટે કર્યુ હતું. તેણે પોતાની ટ્રીપમાં વોટર સ્કેચ બનાવ્યા હતા. જેનું પ્રદર્શન હવે દેશ આખામાં લગાવવામાં આવશે બાઇસિકલ સ્ટોરીઝ ક્રોમ ઇન્ડિયા નામથી એ પ્રદર્શન યોજાશે તેમજ એલનના પિતા જૂલિયસ અશોકની કવિતા સાથે એ પેઇન્ટીંગ્સ રજૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.