Abtak Media Google News

જિલ્લા પોલિસ વડાએ નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું

ગીર-સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આજે સોમનાથ ખાતે ખાસ મુકામ કરી પવિત્ર શ્રાવણ માસ અંગે ગોઠવાયેલ પોલિસ બંદોબસ્તનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતુ.ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા આ સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં 1 નાયબ પોલીસ અધિક્ષક, 2 પી.આઈ. પી.એસ.આઈ. 6, પોલીસ 100 તથા સોમનાથ ટ્રસ્ટ સીકયોરીટી ફોર્સ, ઉપરાંત 1 બી.ડી.એસ., સ્કવોડ, ડોગ સ્કવોડ -2 જી.આર.ડી. 90 જેમાં 46 જી.આર.ડી, 44 મહિલા પોલીસ તેમજ એસ.આર.પી.ની. એક કંપની સહિત કુલ 270 સ્ટાફ ખડેપગે રહેશે.

Gir Somnath: શ્રાવણ માસને ધ્યાનમાં રાખતા સોમનાથ મંદિરમાં મળશે ડિજિટલ લોકર સહિતની વ્યવસ્થાઓ | Gir Somnath: Arrangements Including Digital Lockers At Somnath Keeping In View The Month Of Shravan | Tv9 Gujarati

53 સી.સી.ટી.વી. બાજ નજર રાખશે મંદિર દર્શનાર્થે પ્રવેશતા તમામ દર્શનાર્થીઓનું બે સ્તરીય ચેકીંગ કરાશે જેમાં પવિત્ર શ્રાવણ માસને જોતા એક વધારાની ચેકીંગ હરોળ ઉભી કરાઈ છે.સોમનાથ મંદિર નાયબ પોલીસ અધિક્ષક મહોબતસિંહ પરમાર વિશેષમાં જણાવે છે કે 20 જેટલા હેન્ડ મેટલ ડીટેકટ સતત કાર્યરત રહેશે અને 8 જેટલા ડોર ફ્રેમ મેટલ ડીટેકટર ઉપરાંત વોકીટાકેસેટ 20 દુરબીન 10થી બાજ નજર ઉપરાંત ઘોડેસ્વાર પોલિસ પણ પેટ્રોલીંગ કરશે પ્રભાસ પાટણ પોલીસે પણ ખાસ અલગ બંદોબસ્ત પ્લાન બનાવી કાર્યરત કરવા સજજ છે.પોલીસ ઈન્સપેકટર એસ.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ 6 પી.એસ.આઈ. પોલીસ 108, હોમગાર્ડ ટીઆરબી, જીઆરડી 60, વોકીટોકી 12 રસ્સા 2 ફાળવાયા છે.

સોમનાથ હમીરજી સર્કલ પોલીસ કેબીન ખાતે ખાસ શ્રાવણ માસ માટે પ્રભાસપાટણ પોલીસ- પોલીસ સહાયતા કેન્દ્ર ખુલ્લું રાખશે જેમાં મોબાઈલ ચોરી, બાળકો ગુમ થવા, પર્સ ચોરી જેવા બનાવો પ્રત્યે તુરત ધ્યાન આપવામાં આવશે.શ્રાવણ માસ પુરતું રસ્તાની બંને બાજુ વાહન પાર્ક ન કરવા જાહેરનામું બહાર પાડેલ છે. ઉપરાંત નો-પાર્કિંગ વાહનો ઈન અને આઉટ માટેના અલગ રસ્તાઓનો અમલ કરાવશે.આજે એસ.પી. નિરીક્ષણ સમયે સોમનાથ મંદિર નાયબ પોલીસ અધિક્ષક મહોબતસિંહ પરમાર, પોલીસ ઈન્સ. ગોસાઈ, પોલીસ ઈન્સ. હિગરાજીયા, એલ.સી.બી. એસ.ઓ.જી.પી.આઈ. સ્ટાફ સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.