વૈશ્વીક મહામારી નિવારણ અને વિશ્વ કલ્યાણ અર્થે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય જપનું અનુષ્ઠાન કરાશે

0
40

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ હનુમાન જન્મોત્સવના દિનેહાલની વૈશ્ર્વિક મહામારીના નિવારણ અર્થે તેમજ વિશ્ર્વ કલ્યાણ અર્થે 5 દિવસનો અખંડ અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવનાર છે. 5 દિવસ સુધી ચાલનાર આ યજ્ઞમાં 24 કલાક મહામૃત્યુંજયના મંત્ર જપ સાથે હોમ કરવામાં આવશે. આ 5 દિવસના યજ્ઞમાં સવાલક્ષ મહામૃત્યુંજય જપ યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવશે.

આપ પણ ઘરે બેઠા મહામૃત્યુંજયના જપ કરી આ ભગવત કાર્યમાં જોડાઈ શકશો. વિશેષમાં હનુમાન જન્મોત્સવ નિમિતે સાંજના 4 વાગ્યે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડ પાઠમાં આપ અમારા સોશ્યલ મીડીયા ફેસબુક, યુ-ટયુબ મારફત જોડાઈ શકશો. હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌને સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામા આવે છે કે, બીન જરૂરી બહાર ન નીકળવું, સામાજીક અંતર જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું, તેમજ વારંવાર હાથની સફાઈ કરતા રહેવું સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here