Abtak Media Google News

ઉનાળુ વેકેશન સંદર્ભે સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો 

કોરોનાની મહામારીના કારણે રાજ્યની તમામ સ્કૂલોમાં ફિઝિકલ એજ્યુકેશન હાલમાં સંદતર બંધ જ છે. જેથી રાજ્યની તમામ સ્કુલમાં ઉનાળુ વેકેશન પણ દર વર્ષ કરતા વહેલું જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હાલ તમામ સ્કૂલોમાં ઓનલાઇન એજ્યુકેશન વિદ્યાર્થીઓને અપાઈ રહ્યું છે ત્યારે ધો.1 થી 9 અને 11માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે જ્યારે બોર્ડની પરીક્ષા હાલ સ્થગિત કરવામાં આવી છે. એવામાં હાલ ઓનલાઈન એજ્યુકેશનમાં સોમવારથી જ શુ ઓનલાઇન વેકેશન થશે?

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા ધો. 1 થી 8ના વિદ્યાર્થીઓને કઈ રીતે માસ પ્રમોશન આપવું તેનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9 અને 11 ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન કઈ રીતે દેવું તેનો પણ પરિપત્ર જાહેર કરાયો છે. રાજ્યના શેક્ષણિક, બીન શૈક્ષણિક સ્ટાફ અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં વેકેશન જેવો જ માહોલ છે ત્યારે જેથી રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ 1 થી 9 અને 11માં વેકેશન જાહેર કરી દેવાની માંગ ઉઠવા પામી છે.

સોમવારથી જ ઓનલાઇન અભ્યાસ શાળાઓ બંધ કરાવી દેશે અને ઓનલાઇન અભ્યાસમાં પણ ઓનલાઇન વેકેશન જાહેર થાય તેવી પુરી સંભાવના વર્તાઇ રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ હાલ વેકેશનનો જ માહોલ જોવા રહ્યો છે ત્યારે આ વર્ષે વહેલું વેકેશન થાય તે માટે સંચાલકો ,શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.