Abtak Media Google News

આફ્રિકા સામે ક્વિીઝ વિશ્ર્વકપમાં સતત પાંચમી મેચ જીત્યું: વિલિયમ્સને ૧૦૬ રનની કેપ્ટન ઈનિંગ રમી

ન્યૂઝીલેન્ડે વધુ એક વખત દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું છે. બર્મિંઘમ ખાતે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ૫૯ રનમાં જ બે વિકેટ ગુમાવતા કિવીનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો. જોકે, હાશિમ અમલા (૫૫) અને વાન ડેર ડુસેને (૬૭) અડધી સદી ફટકારતા દ. આફ્રિકાના ૪૯ ઓવરમાં ૬ વિકેટે ૨૪૧ રન થયા હતા. ન્યૂઝીલેન્ડે પણ વિજયી લક્ષ્યાંકનો પીછો કરતાં નિયમિત સમયાંતરે વિકેટો ગુમાવી હતી. પરંતુ કેપ્ટન કેન વિલિયમ્સને બીજો છેડો સંભાળી રાખ્યો હતો. તેણે છઠ્ઠી વિકેટ માટે ગ્રાન્ડહોમ સાથે ૯૧ રનની ભાગીદારી બનાવીને ન્યૂઝીલેન્ડના વિજયની આશા જીવંત રાખી હતી. પરંતુ વિલિયમ્સને છેલ્લી ઓવરમાં છગ્ગો મારી ન્યૂઝીલેન્ડનો વિજય નિશ્ચિત કર્યો હતો. કિવીએ ૪૮.૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૪૫ રન કરતાં તેનો ૪ વિકેટે વિજય થયો હતો. વિલિયમ્સને ૧૩૮ બોલરમાં ૧૦૬ રન કર્યા હતા.

ઇમરાન તાહિરની બોલિંગમાં કેન વિલિયમ્સન કીપર ડી કોકના હાથે કેચ આઉટ હતો. પરંતુ દ.આફ્રિકાની ટીમે અપીલ ન કરતાં તે બચી ગયો હતો. અલ્ટ્રા એજમાં સ્પષ્ટ હતું કે બોલ બેટને અડ્યો હતો. રોસ ટેલર ૧ રને ક્રિસ મોરિસની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. માર્ટિન ગુપ્ટિલ એંડીલે ફેલુકવાયોના શોર્ટ બોલમાં પુલ શોટ રમવા જતા તેનો પગ સ્લીપ થયો હતો અને તે હિટ વિકેટ થયો હતો. તેણે ૫૯ બોલમાં ૩૫ રન કર્યા હતા. તે પહેલા કોલીન મુનરો ૯ રને કગીસો રબાડાની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. વર્લ્ડકપની ૨૫મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે દક્ષિણ આફ્રિકા ન્યૂઝીલેન્ડને મેચ જીતવા ૨૪૨ રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભીના આઉટફિલ્ડના વિલંબના લીધે મેચ ૪૯ ઓવરની કરવામાં આવી છે.

દ. આફ્રિકાએ ૪૯ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૪૧ રન કર્યા છે. તેમના માટે ઓપનર હાશિમ અમલા અને વાન ડર ડુસેને અઘરી પીચ ઉપર સારી બેટિંગ કરીને ટીમને ફાઇટિંગ ટોટલ સુધી પહોંચાડી હતી. અમલાએ ૫૫ રન કર્યા હતા, જયારે ડુસેને ૬૪ બોલમાં ૨ ચોક્કા અને ૩ છગ્ગાની મદદથી અણનમ ૬૭ રન કર્યા હતા. તે સિવાય એડન માર્કરમે ૩૮ અને ડેવિડ મિલરે ૩૬ રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ માટે લોકી ફર્ગ્યુસને ૩ વિકેટ, જયારે ટ્રેન્ટ બોલ્ટ, કોલીન ડી ગ્રાન્ડહોમ અને મિશેલ સેન્ટનરે ૧-૧ વિકેટ લીધી હતી. ડેવિડ મિલર લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં થર્ડમેન પર ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૩૭ બોલમાં ૩૬ રન કર્યા હતા. તે પહેલા એડન માર્કરમ કોલીન ડી ગ્રાન્ડહોમની બોલિંગમાં કવર્સ પર કોલીન મુનરોના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૫૫ બોલમાં ૩૮ રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા ૩૦ ઓવરના અંતે ૩ વિકેટ ગુમાવી ૧૨૩ રન કર્યા છે. વાન દુસેન ૫ રને અને એડન માર્કરમ ૩૨ રને રમી રહ્યા છે. હાશિમ અમલા મિશેલ સેન્ટનરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. સેન્ટનરે રાઉન્ડ ધ વિકેટથી નાખેલો બોલ મિડલમાં પીચ થઈને ટર્ન થયો હતો અને અમલાને બીટ કરીંને ઓફ સ્ટમ્પની બેલ્સને અડ્યો હતો. ક્લાસિક ટેસ્ટ મેચ વિકેટ. અમલાએ ૮૩ બોલમાં ૫૫ રન કર્યા હતા. તે પહેલા લોકી ફર્ગ્યુસને ૧૪૮ કિલોમીટરની ઝડપે યોર્કર નાખીને ડુ પ્લેસીસને બોલ્ડ કર્યો હતો. તેણે ૩૫ બોલમાં ૨૩ રન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.