Abtak Media Google News

પાકિસ્તાનથી કચ્છની સીમામાં ઘુસેલાં અજાણ્યા પ્લેનથી ચકચાર ફેલાઈ છે.વાયુદળે વિમાનને જયપુરમાં ઇમરજન્સી લેન્ડ કરાવયુ છે.જેના પાયલોટની હાલ સઘન પૂછતાછ ચાલી રહી છે.બનાવ બાદ કચ્છના નલિયા એરબેઝના અધિકારીઓ સતર્ક બની ગયા છે.પાકિસ્તાની વિમાન કચ્છની રણ સરહદમાં ક્યા ઇરાદે ઘુસ્યું તે અંગે તપાસ તેજ કરી છે.

Img 20190511 Wa0006બનાવ અંગેની મળતી વિગતો મુજબ, ગત બપોરે ચાર વાગ્યાના અરસામાં પાકિસ્તાનથી ઉડીને કચ્છના રણ સરહદમાં અજાણ્યું વિમાન ઘુસી આવ્યું હતું.ભારતીય વાયુદળની કોઈ મંજૂરી લીધા વગર જ પાકિસ્તાનથી કચ્છની રણસીમામાં ઘુસીને રાજસ્થાન તરફ ઉડી રહેલાં અજાણ્યા પ્લેનને કચ્છના રડાર પર જોઈ તુરંત જ જોધપુર એરબેઝથી બે સુખોઈ ફાઈટર જેટએ ઉડાન ભરી હતી.ફાઈટર જેટના પાયલોટોએ પ્લેનને ઘેરીને વૉર્નિંગ આપી હતી પણ અજાણ્યા પ્લેનમાંથી કોઈ પ્રતિસાદ ના સાંપડતાં છેવટે ભારતીય વાયુદળે તેને જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ થવા ફરજ પાડી હતી.

Img 20190511 Wa0005અજાણ્યું વિમાન જ્યોર્જિયાનું હેવી કાર્ગો પ્લેન હોવાનું અને તેનો પાયલટ રસ્તો ભટકી ગયો હોવાનું જાણવા મળેલ છે.અજાણ્યા પ્લેનનું જયપુરમાં લેન્ડિંગ કરાવ્યા બાદ વાયુદળે પ્લેનને ઘેરી વળીને સઘન તપાસ શરૂ કરી છે. પ્લેનના પાયલોટ અને અન્ય ક્રુ મેમ્બરની ઝીણવટભરી પૂછપરછ કરાઈ રહી છે.આ પ્લેન કરાચીથી ઉડાન ભર્યાં બાદ પાયલોટ રસ્તો ભટકી ગયો હતો અને વિનામંજૂરીએ ભારતીય સીમામાં પ્રવેશી ગયો હતો. જેથી પ્લેન જયપુરમાં લેન્ડ કરાઈ તપાસ શરૂ કરાઈ છે. આ પ્લેન જ્યોર્જિયાનું એન્ટોનોવ AN-12 ચાર એન્જીન વાળું હેવી કાર્ગો પ્લેન છે. તે કરાચીથી દિલ્હી આવવાનું હતું.બનાવ બાદ વાયુ સેનાએ સરહદ પર બાજ નજર કરી છે સાથે ક્ચ્છ એરફોર્સના જવાબદારોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.