Abtak Media Google News

આપણે ઘણી વખત કહેવત સાંભળ્યું હશે વરરાજાને લગ્નમાં વિઘ્ન નડ્યો ત્યારે અરવલ્લીમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં રસ્તો બન્યો વરરાજાનો વિલન બન્યો છે. રસ્તાન ખરાબ હાલતના કારણે વરરાજાના લગ્ન અટકાવામાં આવ્યા છે. રસ્તાની સમસ્યા ન ઉકેલાતા પરિવારના સભ્યોએ બાયડ પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેઠા છે.

Gmgmg

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અરવલ્લી જીલ્લાના બાયડના પેન્ટરપુરા ગામની છે જ્યાં ખરાબ રસ્તાના કારણે વરરાજાના લગ્ન અટવાયા છે. આ અંગે પેન્ટરપુરાના રહેવાસીએ જણાવ્યું કે, અમારા ગામમાં 40 જેટલા ક્ષત્રિય ઠાકોર સમાજના ઘર છે. અમારા ગામમાં રસ્તો ન હોવાથી જાન ક્યાંથી લાવવી એ સમસ્યા ઉભી થઈ છે. અગાઉ પણ રસ્તો બનાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો, અમે હિજરત કરવાની ચીમકી આપી હતી.

રહેવાસીએ વધુમાં જણાવ્યું હતું વર્ષ ૨૦૨૨માં આ પ્રશ્નનું નિરાકરણ કાઢવામાં આવ્યું હતું પરંતુ આજની તારીખમાં આ રસ્તાનું નિરાકરણ કાઢવામાં આવ્યું નથી. અમારા ઘરે લગ્ન છે મહેમાનો ક્યાંથી આવશે ??
૨ દિવસના ગાળો છે અને અધિકારીઓ ધક્કા ખવડાવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ધરણા પર બેઠા છે અને હિજરત કરવા ની ચીમકી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.