Abtak Media Google News

અસાધારણ ગુણવત્તા અને અસરકારતા ધરાવતી રેડી ટુ યુઝ પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ

બાંધકામ માટે સિમેન્ટમાં મિશ્રણ માટેની ઝંઝટથી મુક્ત કરવા એસીસી લિમિટેડ દ્વારા અત્યાધુનિક ‘બેગક્રેટ’ લોન્ચ કરવામાં આવી છે. ‘બેગક્રેટ’ ચણતર બાંધકામને લગતી સિમેન્ટ મિશ્રણની સમસ્યાઓનું સરળ, ઝડપી અને ઉત્તમ સમાધાન છે.તેમાં ગુણવત્તાયુક્ત સિમેન્ટ સાથે ચણતર માટે પ્રમાણસર રેતી- કોંક્રિટ પૂર્વ-મિશ્રિત કરવામાં આવ્યા છે જેનાથી મજબૂત, ટકાઉ અને રેડી ટુ યુઝપ્રોડક્ટ બની રહે. એટલું જ નહીં, મજબૂતાઈને ટકાઉ રાખવા તમામ ઘટકોને નિયમાનુસાર ચોકસાઈપૂર્વક તપાસી મિશ્રિત કરવામાં આવ્યા છે.  એસીસી લિમિટેડની ઈનોવેટીવ પ્રોડક્ટ ‘બેગક્રેટ’ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોંક્રિટ મિશ્રિત પ્રીમિયમ ઘટકોનું સપ્રમાણ સંતુલન છે.  બાંધકામની વિવિધ સામગ્રીયુક્ત એસીસી બેગક્રીટ માર્કેટમાં બે પ્રકારોમાંઉપલબ્ધ છે.

Advertisement

ડ્રાય-મિક્સ અને વેટ-મિક્સ. ડ્રાય-મિક્સ એ પ્રી-બ્લેન્ડેડ કોંક્રીટ છે જેમાં ફક્ત પાણી ઉમેરતાની સાથે જ ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે વેટ-મિક્સ કાંઈપણ ઉમેર્યા કે મિશ્રિત કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવું કોંક્રિટ છે. ખાસ કરીને તે એવા સ્થળોએ ઉપયોગી છે જ્યાં પાણીનો પુરવઠો ઓછો હોય અથવા જ્યાં પરંપરાગત કોંક્રિટ મિશ્રણ તકનીકો અવ્યવહારુ હોય.  પરંપરાગત સ્પર્ધાત્મક ઉત્પાદનોથી અલગ‘બેગક્રેટ’ વિવિધ આવશ્યક ઘટકોનું મિશ્રણ ધરાવે છે. અસાધારણ કાર્યક્ષમતા અને પ્લેસમેન્ટમાં સરળતા પ્રદાન કરવાતેની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ (10 એમપીએ થી 80 એમપીએ) રાખવામાં આવી છે. તે સિમેન્ટ, રેતી અને આવશ્યક ઘટકોનું સપ્રમાણ પૂર્વ-મિશ્રિત મિશ્રણ છે.

તાજેતરમાં આઇઆઇટી બોમ્બે ખાતે સિવિલ એન્જિનિયરિંગ વિભાગની આર એન્ડ ડી લેબમાં આ ‘બેગક્રેટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત ટકાઉ પ્રોડક્ટ તરીકે ‘બેગક્રેટ’ બાંધકામ ઉદ્યોગને વેગ આપશેકારણ કે તમામ પ્રકારના બાંધકામ પ્રોજેક્ટ્સ માટે તે અનુકૂળ વિકલ્પ છે. અઈઈ સિમેન્ટ 17 મેન્યુફેક્ચરિંગસાઇટ્સ અને 84 થી વધુ કોંક્રિટ પ્લાન્ટ્સ થકી ગ્રાહકોને ઉત્તમ સેવા પ્રદાન કરતું રાષ્ટ્રવ્યાપીનેટવર્ક ધરાવે છે. એસીસી એ વિજ્ઞાન આધારિત લક્ષ્યો સાથે નેટ ઝીરો પ્લેજ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ ભારતીય સિમેન્ટ કંપની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.