Abtak Media Google News

રોડની લંબાઇ 10.60 કીમી અને પહોળાઇ 9.25 મીટરની

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)દ્વારા રૂ.113 લાખના ખર્ચે મંજૂર કરાયેલ લાપાસરી થી રીંગરોડ ફેઝ-3 ને જોડતા રોડનું ખાતમુહૂર્ત  રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, ભાજપ અગ્રણી મનોહરભાઈ બાબરીયા, સ્થાનિક સરપંચો, આગેવાનો તથા કસ્તુરબાધામ સીટના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, રિંગ રોડ-2ના ફેઝ-3 રોડની લંબાઈ 10.60 કિ.મિ તથા રોડની પોહળાઈ 9.25 મી છે.તેમજ 5 મેજર બ્રિજનું નિર્માણ કર્યું છે. ભાવનગર રોડ થી ગોંડલ હાઈવે સુધીના રસ્તામાં કાળીપાટ, વડાળી, લાપસરી, ખોખડદડ અને પારડી ગામનો સમાવેશ થાય છે. કુલ 21 કિલોમીટરના રોડની કનેક્ટિવિટી સાથે 7 મેજર બ્રિજને પૂર્ણ કરવામાં આવ્યા છે. રીંગરોડ-2 ફેઝ-4 અને ફેઝ-3માં સમાવિષ્ટ થતા ગામોને ટીઓઝેડ ઝોન લાગુ પડે છે.ટૂંક સમયમાં ખૂબ સારું ડેવલોપમેન્ટ મળશે.ખેડૂતો ગ્રામજનોને આ રોડની કનેક્ટિવિટી થતા ખૂબ ફાયદાઓ મળી રહ્યા છે સાથોસાથ અમદાવાદથી ગોંડલ રોડ સુધી રાહદારીઓએ રાજકોટ સીટી અંદર એન્ટ્રી ન લેતા ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મેળવશે. આ રોડ નિર્માણ થતા વેરાવળ સોમનાથ નો ટ્રાફિક સીધો જ રાજકોટને સ્પર્શ થયા વગર અમદાવાદ હાઈવે તરફ વળી જશે. આગામી દિવસોમાં અમદાવાદ રોડ થી મોરબી રોડ ને જોડતો 12 કિલોમીટરનો અંદાજિત રસ્તો છે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહારની સુવિધામાં વધારો થશે તેવું રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે કુલદીપસિંહ પી. ભટ્ટી, લાભુભાઈ એમ.જળુ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ ગોલીડા, સંજયભાઈ રંગાણી, ભરતભાઈ મકવાણા, સુરપાલ ભાઈ જાડેજા, સંદીપભાઈ રામાણી, છગનભાઈ સખિયા, રસિકભાઈ ખુંટ, કેયુરભાઈ ઢોલરિયા, વિનુભાઇ આસોદરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢીયા, સુરેશભાઈ જાદવ, ચમનભાઇ સોજીત્રા, કલ્પેશભાઈ રૈયાણી, નીતિનભાઈ રૈયાણી, યુવરાજસિંહ જાડેજા, ચંદ્રેશભાઈ રાઠોડ, ધીરુભાએ.ગોહિલ, શિવભા એસ.ચૌહાણ, અલ્પેશસિંહ બી.ચૌહાણ, હરદેવસિંહ એસ. રાઠોડ, જયુભા બી. ડાભી, દિલીપસિંહ પી.ભટ્ટી, રણજીતસિંહ એમ.ગોહિલ, જીવણભાઈમાટીયા, બહાદુરસિંહ એમ.ચૌહાણ, સુરૂભા ભટ્ટી, પ્રભાતસિંહ એસ.ચૌહાણ, રવુભા એમ.પરમાર, હિતેશભાઈ એલ. બરાડીયા, અનુભા જે.ડાભી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.