Abtak Media Google News

અબતક, રાજકોટ

શાપર-વેરાવળ ઔદ્યોગીક વસાહતમાં આવેલા કારખાનેદાર સાથે અજાણ્યા મોબાઇલ ફોન પર નાયબ કલેક્ટરના નામે પુત્રની સારવાર માટે ૮૦ હજારની મુંબઇ ખાતે વ્યવસ્થા કરવાના નામે તોડ કરવાનો પ્રયાસ થયાની શાપર-વેરાવળ પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના જાગનાથ શેરી નં.૩/૧૧માં આવેલા પંચરત્ન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપર-વેરાવળ ખાતે કાસુમા ઓટો એન્જીનીયરીંગ નામે કારખાનું ધરાવતા સુનિલભાઇ ચંદ્રકાંત તેજાણી નામના કારખાનેદારને અજાણ્યા મોબાઇલ નંબરના ધારકે રૂ.૮૦ હજારની રકમ માંગી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યાની શાપર-વેરાવળ પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુનિલભાઇ તેજાણી પોતાના કારખાને હતા ત્યારે અજાણ્યા નંબર પરથી મોબાઇલ ફોન આવ્યો અને નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલ બોલું છું, નાના પુત્રને બ્રેઇન હેમરેજ થયું છું અને ઓપરેશન માટે ‚ા.૮૦ હજાર રકમ ઘટે છે તો તમે મુંબઇ ખાતે વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી.

કારખાનેદાર સુનિલભાઇ તેજાણીએ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ટીલાળાનો સંપર્ક કરીને તેમણે નાયબ કલેક્ટર ચરણસિંહનો બંને નંબર આપતા જે નંબર પરથી ફોન આવ્યો તે નંબર ચરણસિંહ ન હોવાનું માલૂમ પડતા કારખાનેદાર સુનિલભાઇએ જે નંબર પરથી આવેલા મોબાઇલ ફોન ધારકને કહેલું કે કોઇ માણસને મોકલો અથવા જાતે આવી ‚પિયા લઇ જવાનું કહેલું બાદ મોબાઇલથી પર ફોન આવ્યો ન હતો.

આથી સુનિલભાઇ તેજાણીએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.