Abtak Media Google News

ચારા કૌભાંડ સાથે જોડાયેલા દુમકા ટ્રેઝરીના ત્રીજા મામલે (આરસી 45/96)માં સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે બુધવારે 37 દોષિતોને 3થી 14 વર્ષની સજા સંભળાવી છે. તેમને 9 એપ્રિલના રોજ દોષી ઠેરવવામાં આવ્યા હતા. તમામ પર 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં 9 એપ્રિલના રોજ 37 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. સાથે જ 5 લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. ચારા કૌભાંડનો આ 51મો મામલો છે. આ મામલો બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેમજ આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સહિત કોઇપણ રાજનેતા સાથે જોડાયેલો નથી. તેમાં પશુપાલન વિભાગના અધિકારી, ડોક્ટર અને સપ્લાયર્સ સામેલ છે.

Court Shimla 1481470763 આ મામલો પણ દુમકા ટ્રેઝરીથી 1991-92 અને 1995-96 દરમિયાન કરવામાં આવેલી નકલી ફાળવણીઓ સાથે જોડાયેલો છે.તે હેઠળ 34 કરોડ 91,54,844 રૂપિયા ગેરકાયદે રીતે મંજૂર કરવામાં આવ્યા હતા.આ મામલે કુલ 42 આરોપીઓએ સુનાવણીનો સામનો કર્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.