Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોની વણઝાર

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણ હેઠળની ભાજપ સરકાર નવ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આવતીકાલથી સતત એક મહિના સુધી આ ઐતિહાસિક સિધ્ધીની ઉજવણી કરવામાં આવશે. કાલથી વિશેષ સંપર્ક અભિયાનનો લોકસભા ક્ષેત્રોમાં આરંભ કરવામાં આવશે. આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આજે બપોરે એક પત્રકાર પરિષદમાં આ અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણવાળી ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતા આવતીકાલથી સતત એક મહિના સુધી અર્થાત્ 30 જૂન સુધી પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો તમામ જિલ્લા, મંડળ, શક્તિ કેન્દ્રો અને બૂથ પર યોજાશે. વિશેષ લોકસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવશે. આ સંદર્ભે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ ભાજપના હોદ્ેદારો સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મીટ પણ યોજી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.