Abtak Media Google News

ભારતના પ્રાચિન રાજયોગ મેડિટેશનના ગહન અભ્યાસી અને આંતરરાષ્ટ્રીય વકતા

માનસિક તણાવ,નકારાત્મક તેમજ દોડધામ ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા  જીવનશૈલીનો સરળ માર્ગ તેમજ સમયની ઘંટી સ્વયંની સેફટી વિષયો પર વાર્તાલાપ

શિવાનીદીદીના વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપતા બ્રહ્માકુમારી કિંજલ દીદી, અંજુ દીદી, ગીતા દીદી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત  આધ્યાત્મિક  મૂલ્યો પર  આધારીત એક માત્ર શૈક્ષણીક  સંસ્થા નાનકડા બીજથી લઈ વટ વૃક્ષ બની વિશ્ર્વના  137 દેશોમાં  8800થી પણ વધારે સેવા કેન્દ્રો ધરાવતી પ્રજાપિતા, બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલયની આધ્યાત્મિક, શૈક્ષણિક સહિતની  અનેક સેવાના કાર્યો ઉડીને આંખે વળગે તેવા છે.

Advertisement

રાજકોટ ખાતે 17 આધ્યાત્મિક સંકુલો અને આસપાસના તાલુકાઓમાં  10 સંકુલો ધરાવતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા વિનામૂલ્યે નિ:સ્વાર્થ સેવાઓનો ધોધ વહી રહ્યો છે. ત્યારે   રાજકોટ માટે એક સારા સમાચાર છે . બ્રહ્માકુમારી સંસ્થાના મોટિવેશનલ અને આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટ આવી રહ્યા છે . અને તેમના ત્રણ જગ્યા પર વક્તવ્ય ગોઠવવામાં આવ્યા છે . તેઓ રાજકોટના બૌદ્ધિક લોકો માટે હાઇ-વે ટુ હેપીનેસ વિષય પર પણ એક વક્તવ્ય લેશે . ઉપરાંત ડોક્ટર વર્ગ સાથે પણ સંવાદ બાદ બ્રહ્માકુમારી પરિવારના લોકો સાથે પણ સંવાદ કરશે .

બ્રહ્માકુમારી શિવાની દીદી ના રાજકોટના કાર્યક્રમ અંગે આજે રાજકોટ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા બ્રહ્માકુમારી કિંજલ દીદી , અંજુ દીદી , ગીતા દીદી એ જણાવ્યું હતું કે અમારા માટે બહુ ખુશીની વાત છે કે આજના તણાવપૂર્ણ જીવનમાં અનેકના જીવનમાં નવો પ્રકાશ પાથરનાર બ્રહ્માકુમારી શિવાની દીદી રાજકોટ આવી રહ્યા છે . અને તેમના ત્રણ વિશેષ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે .

વર્તમાન તણાવ , ટેન્શન તેમજ નકારાત્મક તેમજ દોડધાન ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળમાર્ગ બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય જગતના સ્પીકર બી કે શિવાનીબેન 21 સપ્ટેમ્બરે ગુરુવારે સાંજે રાજકોટ પધારશે. 22 સપ્ટેમ્બરના રોજ તેમના અનેક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે . આ કાર્યક્રમોની વિગત આપતા  જણાવ્યું હતું કે સવારે 7:00 થી 8:30 દરમિયાન રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે પ્લેક્સસ મેડિકેટ તથા બ્રહ્માકુમારીઝ ની મેડિકલ વિંગના સંલગ્ન અનુસંધાને ડોક્ટરો માટે આયોજિત સેલ્ફ કેર એન્ડ કોમ્પેશન કાર્યક્રમમાં 800 થી પણ વધારે ડોક્ટર મિત્રોને લાભ આપશે .

આ ઉપરાંત સવારે 10:00 થી 12:30 દરમિયાન રાજકોટના પ્રમુખ સ્વામી સભા ગૃહ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે આયોજિત બ્રહ્માકુમારીઝ પરિવારો સાથે જોડાયેલા 3000 થી પણ વધારે રાજયોગી ભાઈઓ અને બેહેનો સાથે ” સમયની ઘંટી – સ્વયંની સેફટી ” વિષય પર આધ્યાત્મિક વાર્તાલાપની સાથે ગહન રાજયોગની અનુભૂતિ પણ કરાવશે .

આ સાથે રાજકોટમાં જે કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે તે હાઇવે ટુ હેપીનેસ વિષય પર   સાંજે 5.30 વાગ્યે રાજકોટના પરસાણા ચોક , બીજા નવા 150 ફિટ રિંગ રોડ પર કાર્યક્રમમાં આશરે રાજકોટના 6000 થી પણ વધારે ગણમાન્ય પ્રબુદ્ધ બૌદ્ધિક લોકો જોડાશે . બાલાજી વેફર્સના સૌજન્ય સાથે યોજાય રહેલા આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શિવાની દીદી પોતાનું મનનીય પ્રવચન ની સાથે ગહન અનુભૂતિ કરાવશે. આ કાર્યક્રમની જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

નિ:શુલ્ક રીતે આયોજિત આ તમામ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.તમામ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોએ પોતાનું સ્થાન 15 મિનિટ પહેલા લેવા  જણાવાયું છે.

આ દરેક કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીના ગુજરાત ઝોનના ડિરેક્ટર રાજયોગીની ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન થઇ રહ્યું છે.

બ્રહ્માકુમારી શિવાનીદીદીનો વિશેષ પરિચય

છેલ્લા 27 વર્ષથી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના આધ્યાત્મિક જ્ઞાનના પ્રયોગો વ્યવહારીક પ્રયોગો તથા ભારતનો પ્રાચીન રાજયોગ મેડિટેશનના ગહન અભ્યાસી છે તેમજ આંતરરાષ્ટ્રીય વકતા છે.  તેઓ 1994 માં પુણે યુનિવર્સીટીમાંથી ઈલેકટ્રોનીકસ એન્જીનીયરિંગમાં ગોલ્ડ મેડાલીસ્ટ તરીકેની પદવી મેળવેલ છે . ત્યારબાદ બે વર્ષ સુધી ભારતીય વિદ્યાપીઠ કોલેજ ઓફ એન્જીનીયરિંગ પુણેમાં લેક્ચરર તરીકે સેવા આપી . પુણેમાં પોતાની સોફ્ટવેર ડેવલોપમેન્ટ કંપનીની શરૂઆત કરી . હવે દિલ્હીમાં સ્થાયી થયેલ છે અને આધ્યાત્મિકતા દ્વારા માનવ સેવામાં સંપૂર્ણ સમય વિતાવે છે.

2014 માં આધ્યાત્મિક ચેતનાને સશકત કરવામાં યોગદાન બદલ એમની શ્રેષ્ઠતા માટે તેઓને એસચમ લેડીઝ લીગ દ્વારા વુમેન ઓફ ધી ડીકેડ અચીવ્યર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ માર્ચ 2019 માં  માનવીય પરિવર્તન લાવવામાં અનોખી ભૂમિકા બદલ ભારતમાં મહિલાઓ માટેનું સર્વોચ્ચ નાગરિક સન્માન , ધ પ્રેસ્ટીજીયસ નારી શકિત પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના  રાષ્ટ્રપતિ   રામનાથ કોવિંદ દ્વારા એનાયત કરવામાં આવેલ.

હાલમાં તેઓ  અનેક ચેનલ કાર્યક્રમોના સંકલનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ સાથે ” અવેકનિંગ વીથ બ્રહ્માકુમારીઝ  પ્રોગ્રામ દ્વારા પણ દર્શકોને ઈશ્વરીય જ્ઞાનથી લાભાવિત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.