Abtak Media Google News

મહિકા ગામના આધેડને છાતીમાં દુખાવો થતાં દાખલ કરાયા: જરૂર પડે એન્જીઓપ્લાસ્ટિ પણ કરાશે: દર્દીઓને હાઈટેકનોલોજી મશીનારીથી સારવાર અપાશે: મૂકવામાં આવતું સ્ટેન્ડ પણ હાઈક્વોલિટીનું

ગુજરાતભરમાં રાજકોટ શહેર મેડિકલ ક્ષેત્રે હબ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને એઈમ્સની અમૂલ્ય ભેટ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર પણ રાજકોટ ખાતે કાર્યરત પીડીયુ સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં સતત વધારો કરી સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે વધુને વધુ સારી સારવાર મળે તે માટે કાર્ય કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સૌપ્રથમ સરકારી કેથલેબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેની સારવારની શરૂતાત આજથી કરવામાં આવી છે.

Advertisement

સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય બિલ્ડીંગ ખાતે પાંચમા માળે કેથલેબ કાર્યરત કરવામાં આવી છે. ત્યાં આજરોજ પહેલા દર્દીની એન્જોગ્રાફી કરવામાં આવી છે. શહેરના ભાગોળે આવેલા મહિકા ગામમાં સુરેશભાઈ રત્નાભાઈ નાકિયા નામના 43 વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડતાં ગઇ કાલે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબો દ્વારા પ્રાથમિક સારવાર બાદ તેમને એન્જોગ્રાફી કરાવવાની જરૂર પડતાં આજ સવારે તેમને કેથલેબ ખાતે દાખલ કરી એન્જીઓગ્રાફી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી હતી રાજ્યની સૌપ્રથમ સરકારી કેથલેબમાં સુરેશભાઈ નાકિયાની પહેલી એન્જોગ્રાફી કરવામાં આવી હતી.

પહેલા દર્દીને સાંત્વના આપવા અને તેમની હિંમત વધારવા માટે સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદી, આર.એમ.ઓ.ડો. અશોક કાનાણી, કાર્ડિયો સ્પેશિયાલિસ્ટ ડો.મનદીપ ટીલાડા, ડો.ચિંતન મહેતા, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ અને એચ.આર. ભાવનાબેન સોની સહિતના સ્ટાફે હાજરી આપી હતી.

આ અંગે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજરોજ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ એન્જોગ્રાફી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આજના દિવસમાં કુલ 10 દર્દીઓની એનજીઓગ્રાફી કરવામાં આવશે સાથે જો કોઈ દર્દીઓને સ્ટેન્ડ બેસાડવાનું થાય તો તે પણ હાઈક્વોલિટી સ્ટેન્ડની સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલ કેથલેબના દર્દીઓને અમૃતમ કાર્ડમાં સારવાર કરવામાં આવશે. જો કોઈ દર્દી પાસે કાર્ડ નહિ હોય તો હોસ્પિટલ સ્ટાફ દ્વારા દાખલ જગ્યાએ જઈને તેમને કાર્ડ કાઢી આપવામાં આવશે. આ અંગે સિવિલ સર્જન ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે કેથલેબની શરૂઆત બાદ ફક્ત રાજકોટ નહિ પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.