Abtak Media Google News

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની પાંખો વિસ્તરી.

ઉત્તર તમિલનાડુ નજીક આવેલા જાફનામા પલાલી એરપોર્ટનો વિકાસ કરવા શ્રીલંકા-ભારત વચ્ચે સમજુતિ કરાર.

રાજયમાં જ એરપોર્ટનો વિકાસ કરતી એરપોર્ટનો વિકાસ કરશે. એએઆઇ હવે શ્રીલંકાના પલાલી એરપોર્ટના વિકાસનું કામ સંભાળી એક નવી રણનીતી ઘડી રહ્યું છે.

એએઆઇએ શ્રીલંકાના પલાલી એરપોર્ટના વિકાસ માટે વિસ્તૃત .યોજના ફાઇલ તૈયાર કરવા માટે બહારના દેશના મંત્રાલયો દ્વારા ભારતીય મંત્રાલયો સાથે સમજુતી કરવામાં આવી છે.

એરપોર્ટ વિકાસ અને સંચાલન નિયંત્રણમાં એએઆઇની વિશેષતા અને કાર્યોને ઘ્યાનમાં રાખતા હવે એએઆઇ આંતરાષ્ટ્રીય નેતૃત્વ કરવા માંગે છે.

એએઆઇ કહ્યું છે કે ભારતમાં મહાનગરો અને નગરોમાં ૬૦ થી વધુ એરપોર્ટનો વિકાસ થયો છે અને હવે મોટા પાયે આંતર રાષ્ટ્રીય સ્થાનો પોતાનું પ્રભુત્વ સ્થાપવા જઇ રહ્યું છે.

પલાલી ઉત્તર જાફનામાં છે ભારતે અગાઉ પલાલી એરપોર્ટનો વિકાસ કરવાનો વાયદો કર્યો હતો. આ એરપોર્ટ શ્રીલંકાનું એવું પહેલું એરપોર્ટ હશે જે દક્ષિણ ભારત, મલેશિયા અને થાઇલેન્ડ જેવા સ્થાનો સાથે સીધી રીતે કનેકટીવીટી પ્રદાન કરશે. ભારતે આ ઉપરાંત ઉત્તરમાં કંકેશથુરઇ એરપોર્ટનો વધુ વિકાસ કરવાની સાથે સાથે  દક્ષિણ  શ્રીલંકામાં મટાલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો વિકાસ કરવાની તૈયારી બતાવી છે.

ભારતના આ પગલાને લઇ ચીનના હેબતતોટા પોર્ટનો કરારો જવાનદ આપવામાં આવશે.

૨૦૦૯ માં શ્રીલંકામાં સંઘર્ષ ખતમ થયા બાદ ભારત ઉત્તરીપ્રાંતમાં પુન:નિર્માણ અને પુન: વિકાસ અંતર્ગત સામેલ છે. જો કે ચીન શ્રીલંકા મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ કરવામાં ઘ્યાન આપી રહ્યું છે.

ભારતે પણ શ્રીલંકાને એરપોર્ટ વિકાસ માટે સહાયતાનો હાથ લંબાવ્યો છે.

મહત્વનું છે કે પલાલી ભારતના તમિલ વર્ચસ્વ વાળુ ઉત્તરીય પ્રાંતનું ઐતિહાસિક શહેર છે અહીં મહત્વની આધારભૂત સુવિધાનો વિકાસ કરી ભારત શ્રીલંકાના આ હિસ્સામાં પણ આધારભૂત વિકાસ કરશે.

તાજેતરમાં જ શ્રીલંકાના પલાલી અને ભારતીય એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ અંગે સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.