Abtak Media Google News

કોરોના વાયરસની મહામારીના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કોવિડ-૧૯ના દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતેથી રાજકોટ અથવા અમદાવાદ કોવિડ હોસ્પિટલ ખાતે રિફર કરી શકાય તે માટે એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ – સુરેન્દ્રનગરને નિ:શુલ્ક આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

આ એમ્બ્યુલેન્સમાં વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિજન સકષન મશીન અને ઈન્ફ્યુજન પંપ સહિતની  તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સને આવનાર ત્રણ મહિના અથવા જ્યાં સુધી કોરોનાની મહામારી ચાલુ રહે ત્યાં સુધી મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલના કામ માટે ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના હસ્તક આપવામાં આપવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સમાં કોરોનાના મધ્યમ વર્ગના દર્દીઓને નિ:શુલ્ક અમદાવાદ કે રાજકોટ લઈ જવામાં આવશે. આ તકે વિપીનભાઇ ટોળીયા, તથા એસ.એસ. વ્હાઈટના અધિકારી અહેમદ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.