Abtak Media Google News

સીટની ટીમ દ્વારા એક માસના રીપોર્ટ બાદ કેદીઓ સામે તવાઇ હાથ ધરાઇ

સેન્ટ્રલ જેલમાં છેલ્લા કેટલાય સમયથી બહારથી દડા મારફતે મોબાઈલ, સીમકાર્ડ, તમ્બાકુ, સહિતની વસ્તુઓ આવતી હોવાથી પોલીસ કમિશ્નરે અંતે સીટની રચના કરી હતી. જેમાં જેલના ત્રણ કેદીના નામ ખૂલ્યા હતા. ત્રણેય કેદીઓને મોબાઇલ ક્યાંથી આવ્યો અને તેનો શું ઉપયોગ કરવામાં આવ્યો તે જાણવા માટે કેદીઓને એક દિવસના રીમાન્ડપર લેવામાં આવ્યા છે.

એક જ મોબાઈલમાં અલગ અલજ સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલ અને સીમકાર્ડ કયાંથી આવ્યા અને જેલના સ્ટાફની સંડોવણી છે કે કેમ તેની જાણકારી માટે ત્રણેય કેદીઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાથીખાના મેઈનરોડ, રાજીવનગર રૂ ખડીયાપરામાં રહેતો ઈમ્તિયાઝ ઉર્ફે બાડો સિદિક રાખવી, જામનગર હત્યાનો આરોપી અનિરૂ ધ્ધસિંહ વીશુભા સોઢા અને અન્ય એક ખૂનનો આરોપી મિતેન ઉર્ફે રાજુ અરવિંદ દુબલના સીટના એક માસના અભ્યાસ દરમિયાન મોબાઈલના આઈએમઆઈ પરથી ત્રણેયના નામ ખૂલ્યા હતા.પોલીસે ત્રણેય સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગૂનો નોંધી ત્રણેય આરોપી સામે ગૂનો નોંધી મોબાઈલ કયાંથી આવ્યો? કોણ આપી ગયું ? મોબાઈલનો ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો ? અને મોબાઈલ દ્વારા કોઈ ગૂના આચર્યા છે કે કેમ? તેવા સવાલો સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ તેલ ઘણા સમયથી કેદીઓ માટે મહેલ જેવી સુવિધાઓ આપતું સ્થાન બની ગયું છે. મોબાઈલ, સીમકાર્ડ અને બહારથી દડાના ઘા આવી તમ્બાકુ સહિતના પ્રતિબંધીત વ્યસની પદાર્થ અવાર નવાર મળી આવતા હતા. અંતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સીટની રચના કરી હતી જેના પગલે એસીપી દિહોરા, ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ એચ.બી. ધાંધલ સહિતના સ્ટાફે મળીને ટેકનિકલ રીતે તપાસ આરંભી હતી. મળેલ સીમકાર્ડ નંબરોનાં આધાર સીડીઆર ડિટેઈલ મેળવી આરોપી સુધી પહોચવામાં સફળતા મળી હતી.

સીટની તપાસમાં ૧૯થી વધુ સીમકાર્ડ, અને કોન્ટેકટ નીકળ્યાનું રિપોર્ટમાં દર્શાવ્યું છે. જેટલા લોકો સાથે વાત થઈ તેઓની પણ છટણી કરવામાં આવશે કેદીઓ દ્વારા જેલમાંથી કોન્ટેકટ કરાતા લોકોમાં જે કેદીઓ દ્વારા સૌથી વધુ કોન્ટેકટ મળી આવશે તેની સામે તવાઈ આવવાની પણ સંભાવના સેવાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.