Abtak Media Google News

મહિલા સુરક્ષા માટે રાજય સરકાર દ્વારા લેવાયો નિર્ણય: પેનિક બટન સ્પેશિય કેન્ટ્રોલ રૂમ સાથે કનેકટેડ રહેશે

આગામી તા.૧ એપ્રિલ ૨૦૧૯ થી રાજયની સરકારી તેમજ ખાનગી બસોમાં જીપીએસ અને પેનિક બટનની વ્યવસ્થા ફરજીયાત કરવાનો આદેશ સરકાર દ્વારા અપાયો છે. તાજેતરમાં  દુષ્કૃષ્ઠ અને મહિલાઓ સામેના અત્યાચારના કિસ્સામાં વધારો નોંધાતા સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.

Advertisement

દિલ્હીમાં ગત ૨૦૧૨માં નિર્ભયા કાંડ થયા બાદ દેશના પબ્લીક ટ્રાન્સપોર્ટમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી હતી. ત્યારબાદ સરકારે મહીલાઓની સુરક્ષા  માટે તબકકાવાર પગલા લીધા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર અમદાવાદમાં વર્ષ ૨૦૧૫ માં ૧૦૬૭ કેસ બળાત્કારના નોંધાયા હતા જયારે ૨૦૧૬માં કેસની સંખ્યા વધીને ૧૧૨૬ સુધી પહોંચી હતી.

જયારે સુરતમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન બળાત્કારના પ૦૨ કેસ નોંધાયા હતા. જે ૨૦૧૬માં વધીને ૫૬૫ થયા હતા. મહીલાઓ પર અત્યાચાર અને દુષ્કૃષ્ઠના કિસ્સા વધવાના કારણે ટ્રાન્સપોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જીપીએસ અને પેનિક બટન ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયો છે.

હાલ સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ (એસટીબી) દ્વારા સરકારી તેમજ ખાનગી બસોમાં જીપીએસ  અને પેનિક બટનની વ્યવસ્થા મુકવા આદેશ અપાયા છે. આ મામલે એસટીબીના સૂત્રોએ જણાવ્યા અનુસાર બસમાં મુકવામાં આવનાર પેનિકા બટન સ્પેશ્યિલ ક્ધટ્રોલ રૂમ સાથે કનેકટેડ હશે. આ ક્ધટ્રોલ રૂમ જે તે બસમાં જીપીએસના માઘ્યમથી બનાવ કર્યા બન્યો છે. તે જાણી લેશે અને ઘટના સ્થળની નજીક રહેલા પોલીસ સ્ટેશનને જાણ કરશે. અમે ઉલ્લેખનીય છે કે રાજયમાં ૨.૪૩ કરોડ વાહનો દોડે છે. જેમાં ૧૦ ટકા એટલે કે ર૦ લાખ વાહનો સરકારી છે. ગુજરાતમાં ૯ હજાર એસ.ટી. બસો છે જેમાંથી ર૦ ટકામાં જીપીએસ ટ્રેકર મુકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.