Abtak Media Google News

ગ્રેડ-પેમાં 1લી નવેમ્બરથી વધારો લાગુ કરાશે, ડ્રાઈવરને 1800 ને બદલે 1900 તેમજ ક્ધડકટરોને 1650ને બદલે 1800નું પે-ગ્રેડ મળશે

ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલા રાજ્યના એસટી બસ કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. એસટી બસના ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના એસટી બસના ડ્રાઈવરનો ગ્રેડ-બે 1800થી વધારી 1900 કરવામાં આવ્યો જ્યારે કંડકટરનો 1650થી વધારી 1800 કરવામાં આવ્યો છે. આ વધારો 1લી નવેમ્બરથી જ લાગુ કરવામાં આવશે.નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાતમાં કેટલાંક પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પેની માંગણીને લઈ જે સોશિયલ મીડિયામાં આંદોલન ચલાવામાં આવ્યું હતું તે, પોલીસ પરિવાર દ્વારા ગાંધીનગરમાં કેટલીક જગ્યાએ ધરણા પણ કરવામાં આવ્યા હતા.

જો કે ગઈકાલે સરકાર દ્વારા વાતચીત અને મંત્રણા બાદ પોલીસની માંગણીને લઈ કમીટીની રચના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ આંદોલન સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના એસટી કર્મચારીઓ દ્વારા ગત 18 તારીખથી અને વિવિધ જિલ્લામાં ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ 21 ઓકટોબરના રોજ મધરાત્રીથી એસટીના ડ્રાઈવર-કંડકટરો અને કર્મચારીઓ સહિત હડતાલ પર ઉતરવાના હતા જો કે તે પહેલા જ રાજ્ય સરકારે મહત્વની મીટીંગ બોલાવી અને આ મીટીંગમાં એસટી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ર્નોને લઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો અને પછીથી આ આંદોલન અટકી ગયું હતું.

ત્યારબાદ આજરોજ રાજ્ય સરકાર દ્વારા એસટીના કર્મચારી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે દિવાળી પૂર્વે જ એસટીના ડ્રાઈવર-કંડકટરને જે મોટી ભેટ આપી છે અને તેના ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવ્યું છે. ડ્રાઈવરનો ગ્રેડ-બે 1800થી વધારી 1900 કરવામાં આવ્યો જ્યારે કંડકટરનો 1650થી વધારી 1800 કરવામાં આવ્યું છે અને આ ગ્રેડ-પે આગામી તા.1લી નવેમ્બરથી લાગુ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.