Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી  રાજકોટ રાજપથ લી. દ્વારા એક સપ્તાહની કામગીરીનો રિપોર્ટ જાહેર કરાયો છે.

સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 7,975  કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ!. 2,79,125 /- ની પેનલ્ટી કરવામાં આવી છે.  ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!. 13,200/- ની પેનલ્ટી આપવામાં આવી છે. ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ 6 કંડક્ટરને ટેમ્પરરી  તથા 1  કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ચેકીંગ દરમિયાન કુલ 20  મુસાફરો ટીકીટ વગર પકડાતા  જેમાં તેની પાસેથી કુલ  રૂ! 2,200/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!. 500/- ની પેનલ્ટી કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.