Abtak Media Google News

૧૫ મુસાફરોને ૧૦૮ મારફતે સારવાર ખસેડાયા: પોલીસ ઘટના સ્થળ

ઉપલેટાના સમઢીયાળા રોડ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત થતા ૧૫ થી ૧૬ મુસાફરોને ઈજા થતા સારવારમાં ખસેડાયા જયારે આ બનાવની જાણ પોલીસને થતા પીએસઆઈ એમ.જે. પરમાર સહિતનો સ્ટાફ દોડી જઈ સર્જાયેલા ટ્રાફીક કલીયર કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ ઉપલેટા નજીક સમઢીયાળા રોડ પર આજે સવારે લીંબુડા ઉપલેટા રૂટની એસ.ટી.બસમાં સમઢીવાળા રોડ પરથી પસાર તી હતી ત્યારે સામેથી આવતી સ્વીફટ કાર સાથે અકસ્માત થતા એસ.ટી.બસ રોડ નીચે ઉતરી જ પલ્ટી ખાઈ જતા બસમાં બેઠેલા ૧૫ થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થતા ૧૦૮ મારફતે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ ઉપલેટા પોલીસનાં પીએસઆઈ એમ.જે. પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ ઘવાયેલા મુસાફરોને સારવારમાં ખસેડી કારને રોડ પરથી હટાવી ટ્રાફીક હળવો કર્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.