Abtak Media Google News

કલેકટરનાં જાહેરનામાનો ભંગ કરતા મચ્છીના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ

ઉપલેટાનાં મુસાફર ખાતા પાસે અમાડી ગલ્સ હાઇસ્કુલની પાછળ મછી માર્કેટના ધંધાર્થીઓ કલેકટરનું જાહેરનામું દેવા છતા તેની ઐસી તૈસી કરા જાહેર રોડ ઉપર મછીનેં વેચાણ કરી રહ્યા છે. ગંદકી ફેલાવી રહ્યા છે. જેની સામે ઇનચાર્જ પી.ટી. વી.એમ. લગારીયા પોલીસ સ્ટાફ સાથે જઇ ઉપરાંકત સ્થળે ત્રાટકતા મછાવંચમારા લોકો ભાગી છુટયા હતા જયારે ૨૦૦ કિલો કરતા વધે મછી કબજે લઇ લીધી હતી. કબજે કરેલી મછી શહેરના સ્માશાનના પાછળના ભાગમાં નદીના કાઠે નાસ કરી દિધો હતી અને શહેરમાં વિવિધ જયાએ સધન પંટ્રોલિંગ કરી પાનની દુકાનો પાસે બેસવાની ટેવ ધરાવતા લોકોને લાઠીનાં સ્વાદ ચખાડતા જયા ત્યા બેસનારા લોકો પણ ઘરમાં પુરાઇ ગયા હતા. આ અંગે પી.ટી. લગારીયાએ જણાવેલ કે કામ વગર કોઇ શહેરમાં નિકળવું નહી આમ છતાય નિયમોનું પાલન નહી કરનારા લોકોના વાહનો ઝપ્ત કરી જાહેરનામાનાં ભંગ કરવાનાં ગુનાં દાખલ કરી તેની સામે કાર્યવાહી આજથી વધુ ચાલુ કરવામાં આવશે.

મુસાફર ખાના પાસેથી મચ્છીની કેબીન દૂર કરવાની જરૂર

એમ.ડી. ગલ્સ હાઇસ્કૂલ અને મુસાફર ખાતા સામે આવેલ માછીમારકેટ પાસે જાહેરમાં રોડ ઉપર મછીની કેબીનમાં જાહેર કલેકટરના જાહેર નામનાં ભંગ કરી. મછીનું વેચાણ થઇ રહ્યું છે. આ સાથે મછીવાળા લોકો રોડની વચ્ચે કુકડાના પાંજરાપણ રાખી દય છે. હાલના સમયમાં હેરમાં કયાય માછી મળતી નથી માત્ર આ એક જ કેબીનમાં મછી મળે છે. તયારે લોકો લેવા માટે પણ ભેગા થાય છે. લોકો ભેયા થાયને કારણે કોરોના વાયરસ ફેલાવાની સંભાવતા સંવાઇ રહી છે ત્યારે મામલત દાર અને નગરપાલિકાએ સાથે મળી લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી આવા અડમણરૂપ થતા શખ્સો સામે આકરી કાર્યવાદી કરી. આ કેબિનો અને કુકડાના પાંજરા કમ કરાવવા જોઇએ તેવી લતાવાસીઓની માંગણી ઉકવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.