Abtak Media Google News

ગાંધીગ્રામ પોલીસે તસ્કરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો

 જામનગર રોડ પર બજરંગવાડી વિસ્તારમાંથી એક્ટિવા ચોરી ભાગેલા રીઢો તસ્કર ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્કના બસ સ્ટોપ પાસે બીઆરટીએસ બસ સાથે અથડાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના રવિ કાંતીભાઇ પ્રજાપતિ નામના શખ્સે બજરંગવાડી વિસ્તારમાંથી જાહિદ દલનું એક્ટિવા ચોરી ભાગ્યો હતો. રવિ પ્રજાપતિ એક્ટિવા સાથે ૧૫૦ ફુટના રોડ પર પહોચ્યો ત્યારે શિતલ પાર્કના બસ સ્ટોપ પાસે બસ સાથે અથડાતા ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રવિ પ્રજાપતિને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ વાહન ચોરીના વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.