Abtak Media Google News

સીએમ સિકયુરીટીનાં ડીવાયએસપી ગિરિરાજસિંહ જાડેજાના પુત્રનું મુખ્યમંત્રી દ્વારા સન્માન

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના  બેટાવડ ગામના વતની અને હાલ મુખ્યમંત્રીના સુરક્ષા વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ગિરિરાજસિંહ જાડેજાના પુત્ર જૂજરાજસિંહ જાડેજાએ ધોરણ ૧૨ માં સારા પર્સન્ટાઈલ મેળવતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઍવોર્ડ આપી  ગિરિરાજસિંહ જાડેજાના પુત્ર જૂજરાજસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું.

પિતા ગિરિરાજસિંહ જાડેજાના પગલે પુત્ર જૂજરાજસિંહ જાડેજાએ પણ પરિવાર અને ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે. સીએમ  સિક્યુરિટીના ડીવાયએસપી ગિરિરાજસિંહ જાડેજાના પુત્ર જૂજરાજસિંહ જાડેજા એક સારા ક્રિકેટર પણ છે અને તેમણે ગુજરાતની ટીમ માં ખૂબ સારો દેખાવ કર્યો છે તેમજ  ત્રણ વખત નેશનલ લેવલે રમી  સર્ટી પણ મેળવ્યા છે.તેમની આ સિધ્ધી બદલ સીએમ ઓફિસના સ્ટાફ અને પરિવારજનો તરફથી અભિનંદન પાઠવ્યા છે તેમજ બેટાવડ સહિત ગોંડલ પંથકમાંથી જુજરાજસિંહ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.