Abtak Media Google News

અમરનાથ યાત્રાને વિના વિઘ્ને પુર્ણ કરાવવા ચુસ્ત બંદોબસ્ત

પોલીસ, પેરામીલ્ટ્રી, એન.ડી.આર.એફ. અને સૈનાના ૪૦ હજાર જવાનો તૈનાત

બમ બમ ભોલેના નાદ ગુંજયા પ્રથમ સમુહમાં ૧૯૦૪ યાત્રિકો ‘બર્ફિલા બાબા’ના કરશે દર્શન

બમ બમ ભોલેના નાદની સાથે અમરનાથ યાત્રાની શુભ શરુઆત થઇ ગઇ છે. અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલાના ભયથી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઇ ગયો છે. કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અમરનાથ યાત્રિકોની પ્રથમ સમુહ બર્ફિલા બાબાના દર્શન કરશે..

Advertisement

Amarnath1અમરનાથ ભગવાનના દર્શન માટે રવાના થયેલ યાત્રિકોનું જમ્મુ- કાશ્મીરના ઉદભપુરમાં ફુલહારથી સ્વાગત કરાયું હતું. આ પ્રથમ સમુહના યાત્રિકોમાં જમ્મુના પૂર્વ ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ પર જોડાયા છે. ભગવતી નગરથી થઇ પહલગામ રુટ પરથી રવાના થયેલા આ સમુહમાં કુલ ૧૯૦૪ યાત્રિકો છે જેમાં ૧૫૫૪ પુરૂષ અને ૩૩૦ મહિલાઓ જયારે ર૦ બાળકોનો સમાવેશ છે. સમરા પંથક બાબા બર્ફિલાના જય જયકારની ગુંજી ઉઠયો છે.

દક્ષિણ કાશ્મીરમાં સ્થિત હિમાલયમાં ૩૮૮૦ મીટર ઉંચાઇ પર આવેલી અમરનાથ ગુફામાં  બરફના શિવલીંગના દર્શન માટે અત્યારે સુધીમાં બે લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ યાત્રા ર૮ જુનથી શરુ થઇ છે. જે ર૬ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દીને સંપન્ન થશે.

અમરનાથ યાત્રાને વગર વિઘ્ને પુર્ણ કરવા સેના સજજ થઇ છે યાત્રા પર જનાર તમામ વાહનોનું ટ્રેકીંગ કરાઇ રહ્યું છે આ માટે વાહનોમાં રેડીયો ફીકવેંસી ટેગ લગાવાઇ છે. પોલીસ, પેરામીલીટ્રી, એમડીઆરએફ અને સેનાના ૪૦ હજાર જવાનો તૈનાત કરી દેવાયા છે. આઇજી જમ્મુ એસ.ડી.સિંહ જમવાલે કહ્યું કે, તમામ ગતિવિધિઓ પર કડક નજર રખાઇ રહી છે કોઇપણ આપતિની પરિસ્થિતિમાં નિપટવા માટેની દરેક તૈયારી કરી લેવામાં આવી છે.

ચુસ્ત બંદોબસ્ત માટે સીસી ટીવી કેમેરા અને ફોન નો પણ ઉપયોગ કરાયો છે. આઇપી જમવાલે વધુમાં જણાવતા કહ્યું કે, તિર્થયાત્રીઓના વાહનોને સુરક્ષાદળોની બુલેટપ્રુફ ગાડીઓની વચ્ચે લઇ જવામાં આવશે. સીઆરએફની ટુકડી યાત્રા માર્ગ પર સતત નજર રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.