Abtak Media Google News

જૈન શ્રઘ્ધા સોસાયટી અને વર્ધમાન જૈન સંઘ દ્વારા યાત્રિકો માટે બસની વ્યવસ્થા

જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુજય તીર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે તા.ર૭ ફેબ્રુઆરીને મંગળવારે વહેલી પરોઢે શરુ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી યાત્રામાં લાખો જૈન- જૈનેતરો તેમજ વિદેશી ભાવિકો જોડાશે. ફકત રાજકોટ શહેરમાંથી જ અંદાજીત ૩પ થી ૪૦ લકઝરી બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા પહોંચશે.

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રામાં વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ આજના ફાગણ સુદ ૧૩ના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદીક્ષણા કરીને મોક્ષ પદને પામ્યા હતા. શેત્રુજય પર્વત ઉપર ૩૫૦૦ પગથીયા ચડીને ફકત આજના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી, આદેશ્ર્વર દાદાના પક્ષાલનું જલ કે કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી, ત્યાંથી અજીતનાથસ્વામી અને શાંતિનાથ રવામીની ડેરીએ દર્શન કરી યાત્રાળુઓ શાંતિ સ્ત્રોત્રનું સ્મરત કરે છે. ત્યારબાદ ચંદન તલાવડીએ યાત્રાળુઓ પહોંચી ઉકાળેલા પાણીનું સેવન કરી, આદપુર ગામે પાલમાં પહોચશે. રસ્તામાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા બંદોરસ્ત મેડીકલ સહાય કોલનવોટરનો નેપકીનનો પાણીના ફુવારા વિ. વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવી છે.

કુલ ૩૫ ડોમમા યાત્રાળુઓનુ પગમાં અંગુઠા ધોઇને બહુમાન કરી, કુમ કુમ તિલક કરી, સિકકા દ્વારા બહુમાન કરવામાં આવે છે. લાઇનસર અંદાજીત ૫૦ થી ૬૦ પ્રભાવના (સિકકા) આપવામાં આવે છે જે યાત્રાળુઓ આ રકમ ગૌશાળાની વિવિધ પેટીઓમાં દાન કરી દે છે.

આ વખતે ફાગણસુદ ૧૩નો ક્ષય હોવાથી આ.ક. પેઢી તરફથી તા.ર૭ ફેબ્રુઆરીને મંગળવારે યાત્રાનું ભવ્ય આયોજન ૯૭ પાકા પાલ સાથે થયેલ છે. તા.ર૮ ને બુધવારે બે તીથી વારા ફકત ત્રણ જ પાલ હશે.

જૈન શ્રઘ્ધા સોસાયટીના પ્રમુખ મહેશભાઇ મહેતાની યાદીમા જણાવ્યા મુજબ પાલીતાણા છ ગાઉ યાત્રા તા.ર૭ ને મંગળવારે છે. યાત્રાળુઓને લકઝરી બસમાં ટોકન ભાવથી યાત્રા કરવા માટે પોતાના નામ કુમારિકા શો, રુમ, લાખાજીરાજ રોડ, મહેતા ટાઇપ બીલ્ડીંગ રાજદીપ કોલ્ડ્રીકસ સામે, રાજકોટ ખાતે ફોન નં. ૨૨૨૬૨૦૨ અથવા ૯૮૨૪૨ ૪૪૫૫૦ લખાવી આપવા રાજકોટથની ઉપડતી લગભગ તમામ લકઝરી બસો રાત્રે ૧૦.૩૦ આસપાસ સોમવારે નીકળશે અને મંગળવારે રાત્રે પરત આવશે તેમ યાદીમાં જણાવેલ છે.આ ઉપરાંત વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા તા.ર૮ ના રોજ પાલીતાણા ખાતે શેત્રુંજય તીર્થની પાવન યાત્રા કરનાર દરેક યાત્રીકોની ભાવથી ભકિત કરવામાં આવશે. છેલ્લા ૩૯ વર્ષથી ઘેટી પાળ ખાતે ર પાલ સંઘ દ્વારા યાત્રીકોની ભકિત કરવામાં આવે છે એ પરંપરા અનુસાર આ વર્ષે પણ બન્ને પાલમાં યાત્રીકો માટે ભોજન તથા આરામની ખાસ સગવડ રાખવામાં આવી છે.

વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા પાલીતાણા તીર્થ છ ગાઉની યાત્રા માટે તા.ર૭ ના રાત્રે સંઘ ખાતેથી ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. બસનો લાભ લેવા માગતા યાત્રીનો વર્ધમાનનગર જૈન સંઘનો સંપર્ક કરે. ઉપરોકત બન્ને પાલ પર છ ગાઉની યાત્રા કરનાર દરેક યાત્રીકોને લાભ આપવા સંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.