Abtak Media Google News

રતાંધળાપણાથી લઇને આંખની કીકી પીગળવા સુધીની બીમારી વિટામીન ‘Aે’ ની ઉણપને કારણે થાય છે: નિષ્ણાંતોનો મત

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વિટામીન ‘C’ સિવાય બધા જ વિટામીન હોય છે, જે ઘણી અંશે સાચુ પણ છે. વિટામીન બધા જ પ્રકારના દૂધમાંથી મળી જાય છે. પરંતુે આ મીલાવટના જમાનામાં કેટલો વિશ્ર્વાસ શકય છે? ‘વિટામીન Aે’ સૌથી વધુ શરીર માટે ઉપયોગી છે. કારણ કે તેની ખામીની સૌથી વધુ અસર ‘આંખ’ ઉપર થાય છે. Vlcsnap 2018 02 21 18H05M57S111 12

આંખની સાથે સાથે ચામડી તથા વાળ પર પણ અસર થાય છે. પરંતુ સૌથી વધુ ગંભીર કહી શકાય તેવી આંખ ઉપર અસર થાય છે. રતાધળાપણાથી લઇને આંની કીકી પીગળવા સુધીની ગંભીર બિમારી ‘વિટામીન Aે’ ની ઊણપ ને કારણે થાય છે.‘વિટામીન Aે’ ની ખામીના સંશ્ર્લેષણ માટે નિષ્ણાતોનો મત લેવામાં આવ્યો જેમાં ડો. એન.વી. પારેખએ જણાવ્યું કે ‘વિટામીન Aે’ ની ઉણપની અસર આખમાં સૌથી વધારે થાય છે. જેની કાળજી રાખવી જોઇએ. એણે લીધે સૌથી વધુ પ્રમાણમાં દૂધ, કોથમીર, ગાજર અને લીલા શાકભાજી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. બાળકોને પહેલેથી જ ઘરની બનેલી રસોઇ જમાડવાની આદર પાડવી જોઇએ. તથા સ્ટલીંગ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો. કમલ પરીખએ જણાવ્યું કે સૌથી વધુ શરીરમાં વિટામીન B12, Dે  અને ફલોરિક એસીડ ની ઊણપથી વધુ રોગ થાય છે. પરંતુ ‘વિટામીન Aે’ ની ઊણપથી રતાંધળાયણા જેવા સંખ્યા વધતી જાય છે. ફિઝિશ્યન ના મત મુજબ ભોજન જ એવું લેવું જોઇએ કે જેથી દરેક ઉમરની વ્યકિતને દરેક પ્રકારના વિટામીન જરુરીયાત મુજબ મળી રહે….Vlcsnap 2018 02 21 18H03M51S134

WHO (G)ના આંકડા વિશ્ર્વમાં દર વર્ષ ર.૫ થી પ લાખ બાળકો રતાંધળાપણાને ભોગ બને છે. તથા મહદઅંશે તેમાંથી મૃત્યુ પણ પામે છે, આંખને લગતી વધુ બિમારીની જાણકારી આપતા ડો. સંજય ભદ્ર જણાવે છે કે રતાંધળાપણાના બે પ્રકાર હોય છે. જેમાંથે એક લાઇલા જ છે. રતાંધળાપણું બે રીતે થાય છે. ‘વિટામીન Aે’ ે ની ખામી ને કારણે તથા બીજી રીતે જેમાં જન્મજાત ખોડખાપણ તથા વારસો પણ સામેલ છે. જે ‘વિટામીન Aે’ ની ખામીને થતો રતાંધળાપણુ છે તેના ઇલાજ શકય છે. તથા ડો. દેવયાની ભદ્ર જણાવે છે કે માતાના દૂધમાં બાળકને બધા પોષક તત્વો મળે છે. તેથી બધી માતાઓને પહેલા છ મહીના સુધી બાળકોને ફકત માતાનું દૂધ આપવું જોઇએ. જેથી વધુને વધુ વિટામીન બાળકોને મળે અને તેઓ બિમારીથી દુર રહે, વોકહાર્ડમાં સેવા આપતા ડો. તેજસ ચૌધરી એ પણ વિટામીન-એ ની ઊણપથી બચવા માટે ચોકકસ અને તંદુરસ્ત ડાયેટ લેવાની સલાહ આપી, નારંગી અને પીળા ફ્રુટ માંથી સૌથી વધુ ‘વિટામીન Aે’ ે મળે છે તેની સાથે સાથે ઇંડા, માંસ, કોથમીર, ગાજર પપૈયા, કેળામાં વિટામીન-એ ની ઊણપ સારે છે.Vlcsnap 2018 02 21 18H03M01S133

‘વિટામીન Aે’ ની ઊણપથી થતા રોગો ખુબ જ ગંભીર છેે છતાં લોકોમાં તેની જાગૃતતા ન હોવાથી વધુને વધુ લોકો તેના શિકાર બને છે. જેથી ચિકિત્સક બધા જ ખોરાક પર પુરતુ ઘ્યાન આપી તકલીફsની શરુઆત થતાં જ જાણકારને બતાવવાની સલાહ આપે છે જેથી વધુને વધુ બીમારીઓથી લોકો બચી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.