Abtak Media Google News

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી આજના સત્રની શરૂઆત થઈ છે. 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન અરુણ જેટલી તરફથી સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે. હાલની સરકારનું અંતિમ પૂર્ણ બજેટ આગામી ચાર બજેટથી અલગ હોવાની શક્યતા છે. કારણ કે આ બજેટમાં ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા જીએસટીની અસર પણ દેખાશે. આગામી વર્ષે 2019ના પહેલાં છ મહિનામાં જ લોકસભાની ચૂંટણી હોવાથી બીજેપીની હાલની સરકાર માટે આ બજેટ અંતિમ પૂર્ણ અને ખૂબ મહત્વનું છે.

Advertisement

આ બજેટની ખાસ મહત્વની વાતો

  1. બજેટ સત્રનો પહેલો તબક્કો 9 ફેબ્રુઆરીએ પૂરો થશે. બીજો તબક્કો 5 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. આ વખતના બજેટમાં મજબૂત રાજકીય મેસેજ હોઈ શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણથી મોદી સરકારના 2019માં લોકસભા ચૂંટણીનો એજન્ડા પણ નક્કી થઈ શકે છે. તેમના ભાષણમાં મોદી સરકારના ત્રણ વર્ષના કામનો અહેવાલ અને સિદ્ધીઓનો સમાવેશ કરવામાં આવશે.
  2. સામાન્ય રીતે બજેટના બે પ્રકાર હોય છે. પહેલાં ભાગમાં નાણાકીય વર્ષમાં લાગુ થનારી યોજનાઓ અને હાલની વિવિધ યોજનાઓ અને સેક્ટરમાં થનારા ખર્ચ અને બીજા વિભાગમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરની જાહેરાત સામેલ કરવામાં આવે છે.
  3. આઝાદી પછી ભારતના રાષ્ટ્રવાદી મધ્યમવર્ગનું એક સપનું હતું કે દેશમાં એક જ કર પ્રણાલી હોય. આ સપનાને સાકાર કરતા કેન્દ્ર સરકારે ગયા વર્ષે અપ્રત્યક્ષ કર પ્રણાલીમાં ખૂબ ફેરફાર કરીને અનેક પ્રકારના કેન્દ્રીય અને રાજ્ય કરના બદલે જીએસટીનો એક જ પ્રકારનો કર લાગુ કર્યો છે.
  4. આ બજેટમાં સરકાર અત્યાર સુધી જીએસટીના દાયરામાંથી બહાર રહેલા એકમોને તેમાં સામેલ કરવાની કવાયત કરશે. એઠલે કે પેટ્રોલિયમ ઉત્પાદન અત્યાર સુધી જીએસટી દાયરાની બહાર છે.
  5. આ રીતે સામાન્ય બજેટ 2018-19માં આ પ્રકારની પ્રોડ્કટો પર કસ્ટમ અને એક્સાઈઝ ટેક્સમાં પરિવર્તન કરવામાં આવે તેવી શક્યતા છે.
  6. ઈન્કમ ટેક્સ અને કોર્પોરેશન ટેક્સમાં પણ જેટલીએ કરદાતાઓને રાહત આપવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે તે પ્રમાણે ટેક્સ બેઝમાં વિસ્તરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.