Abtak Media Google News

દેશનું સર્વ પ્રથમ પર્યાવરણ પ્રેમી કેફે

પર્યાવરણની જાળવણી અને રોજગારીની નવી તકોના નિર્માણનાં આશય સાથે રાજકોટમાં શરૂ થયેલ અને પ્રખ્યાત બનેલ કુલ્લડ ચા માટેના સ્ટાર્ટ અપ સંસ્ક્રુટીએ પણ મનપાની સ્પર્ધામાં ભાગ લીધો.રાજકોટ મહાનગરપાલિકાની સ્વચ્છતા સ્ટાર્ટ અપ ચેલેન્જ-2022માં ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ સંસ્ક્રુટીએ ઝંપલાવ્યું

સ્વચ્છ ભારત મિશન-2.0 અંતગર્ત સ્વચ્છ સર્વેક્ષણ2022ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સ્વચ્છ ઇનોવેટિવ ટેક્નોલોજી ચેલેન્જનું જે આયોજન કરવામાં આવેલ છે તેમાં રાજકોટમાં પ્રખ્યાત બની રહેલી કુલ્લડ ચા માટેનું સ્ટાર્ટ અપ સંસ્ક્રુટીએ પણ ભાગ લીધો છે.

સંસ્ક્રુટીના વ્યવસાય સાહસિક શ્રીમતિ હેમાલી રાવલ અને રચિતકુમાર રાવલે આ સ્પર્ધા અને પોતાના આ ઇનોવેટિવ સાહસ અંગે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, તેમનો આ વ્યવસાય કુંભાર જ્ઞાતિના પરંપરાગત વ્યવસાયિકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ કરી રહેલ છે. સાથોસાથ માટીના કુલ્લડ (કુલ્લડી) ને કારણે પર્યાવરણને પણ કોઈ નુકસાન થતું નથી કેમ કે વપરાશમાં લેવાયેલ કુલ્લડ માટીમાં ભળી જાય છે.

પ્લાસ્ટિક કે જાડા કાગળ/ પુઠ્ઠાનાં કપ જ્યાં ત્યાં કચરો જન્માવે છે જ્યારે કુલ્લડ એવું પ્રદુષણ ફેલાવતું નથી. કુલ્લડ માટીના બનાવેલા હોવાથી વપરાશમાં લેવાયેલા કુલ્લડને ફરી માટીમાં પરિવર્તિત કરીને તેમાંથી નવી કુલ્લડ બનાવી શકાય છે.

આ સ્ટાર્ટ અપ 30થી વધારે કુંભાર પરિવારોને રોજગારી મળે એવી ભાવનાથી શરુ કરેલ કેફે છે. આ દ્રષ્ટિએ નિહાળીએ તો સંસ્ક્રુટી સ્ટાર્ટ અપ પર્યાવરણનું જતન કરતી અને પર્યાવરણ પ્રેમી કેફે તરીકે ઉભરી રહેલ છે. સાથોસાથ રોજગારીની નવી તકોનું નિર્માણ પણ કરેલ છે. કોરોના લોકડાઉન દરમ્યાન વ્યવસાયો માટે મળેલી આંશિક છુટછાટ દરમ્યાન સંસ્ક્રુટી સ્ટાર્ટ અપ શરૂ કરેલ અને આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સંસ્ક્રુટી મોટી નામના ધરાવતો વ્યવસાય બની ગયેલ છે તેમજ હવે કુલ્લડ ચા ને પણ લોકચાહના મળી રહી છે. અને કેટલાય લોકો માટે કુલ્લડ ચા સ્ટેટસ સિમ્બોલ બની રહી છે.

આ સ્પર્ધામાં શહેરના કોઈપણ નાગરિકો, ગૠઘજ અને અન્ય કોઇ નાગરિક જૂથ તરફથી સોલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટના ઇનોવેટીવ સોલ્યુશન અથવા સોલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટમાં રીયલ ટાઈમ મોનીટરીંગનું સંચાલન કરવાની બાબતને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. સંસ્ક્રુટીએ આ ચેલેન્જ સ્વીકારીને તેમાં હિસ્સો લેવાનો નિર્ણય કર્યો હતો.

સંસ્કૃટી શું છે ?

  • ભારત દેશની ઐતિહાસિક સંસ્કૃતિ અને પરંપરાને જોડીને તૈયાર કરવામાં આવેલ એક કેફે.
  • ભારત દેશની અમુલ્ય માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ કુલ્લડ અને માટીના વાસણોનો ઉપયોગ ચા, કોફી, પીણા તથા ફાસ્ટફૂડ આપવા માટે થાય છે.
  • એકવાર ઉપયોગમાં લેવાયેલા કુલ્લડ તથા માટીના વાસણો બીજીવાર ક્યારેય ઉપયોગમાં લેવામાં આવતા નથી. પરંતુ, પર્યાવરણને ઉપયોગી થાય તે મુજબ તેને રિસાઈક્લિંગ કરી શકાય છે.
  • આ રીતે સંસ્કૃટી ભારત દેશના આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત બંને મિશનને એકસાથે અનુસરે છે.
  • સંસ્ક્રુટી એટલે ભારત દેશની સર્વ પ્રથમ પર્યાવરણપ્રેમી કેફે.
  • પેપર અથવા પ્લાસ્ટિક કપના ગેરફાયદા
  • પેપર કપમાં હાનિકારક ધાતુઓ જેવા કે ઝિંક, લેડ અને ક્રોમિયમ વગેરે મળે છે જે અતિશય ઘાતક છે. (ડો.સુધા ગોહેલ- ઈંઈંઝ, ખડગપુર)
  • પેપર કપ બનાવવા માટે પોલીસ્ટાયરીનનો ઉપયોગ થાય છે જે કોઈ પણ ગરમ પીણા સાથે ભળતા જ કેન્સર જેવા ગંભીર રોગો થવાનું કારણ બને છે.
  • પેપર કપની બનાવટમાં વેક્સ(મીણ)નો ઉપયોગ થાય છે. જે પાચન તંત્રને નબળું પાડે છે અને આંતરડાને લગતા રોગોનું પ્રેરક બને છે.
  • આ કપનો ઉપયોગ એસીડીટી થવાનું મુખ્ય કારણ છે.

કુલ્લડમાં ચા પીવાના ફાયદાઓ

  • કાચ કે સિરામિક કપનો ઉપયોગ વારંવાર થવાને કારણે તેમાં અમુક બેક્ટેરિયા રહી જાય છે જયારે કુલ્લડનો ઉપયોગ માત્ર એક જ વાર કરવામાં આવતો હોવાથી તે સંપૂર્ણપણે બેક્ટેરિયા ફ્રી છે.
  • માટીના વાસણમાં ક્ષારીય(અલ્કલાઈન) ગુણ રહેલો છે જે પાચનતંત્રને મજબુત બનાવે છે અને ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધારે છે.
  • કુલ્લડ માટીના અલ્કલાઈન ગુણને કારણે ચા ના એસીડીક સ્વભાવને શાંત કરે છે જેથી એસીડીટી થતી નથી.
  • કુલ્લડમાં ફિલગુડ ફેક્ટરના કારણે લોકોમાં કુલ્લડ ચા સ્ટેટ્સ સિમ્બોલ બની રહી છે.
  • એક વખત ઉપયોગમાં લેવાયેલુ કુલ્લડ ફરીથી માટીમાં પરિવર્તિત થઈ જવાના કારણે કુલ્લડ ઇકો-ફ્રેન્ડલી છે
  • માટીના કુલ્લડને આગમાં પકવવામાં આવે છે જેના કારણે તમામ પ્રકારના બેક્ટેરિયા નાશ પામે છે જેથી તે હાઈજેનિક (આરોગ્યપ્રદ) છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.