Abtak Media Google News

મહિલા સુરક્ષા સામાજીક  અધિકારોનું જતન અને કાયદાકીય સહાયમાં મહિલાઓને કયાંય  અન્યાય ન થાય તે માટે અનેક વિવિધ  સવલતો: ખાખી રક્ષણ માટે ડંડાની સાથે ડિજીટલ

અબતક,રાજકોટ

Advertisement

શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહિલાઓને સમાજમાં નિર્ભય અને મુકત  વાતાવરણ આપવા પોલીસ પ્રતિબધ્ધ રીતે કાર્ય કરી રહી છે. ખાખી દ્વારા ડંડાની સાથે ડિજીટલ બની મહિલાની સુરક્ષા અને સામાજીક અધિકારોનું  જતન પણ કરી રહી છે.  કાયદાકીય  સહાયમાં મહિલાઓને અન્યાય ન  થાય તે માટે અનેક વિવિધ સવલતો  પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે.

રાજકોટ શહેર પોલીસ કમમશ્નર  મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 પ્રવિણકુમાર મીણા, નાયબ પોલીસ કમિશ્નર  ઝોન-2 મનોહરસિંહ જાડેજા  સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશન કામગીરી કરી રહેલ છે.

મહિલા પોલીસ સ્ટેશન દ્રારા મહિલાઓના પ્રશ્ર્નોનું એકજ સ્થળે નિરાકરણ લાવવાના ઉમદા હેતુર્થી  સમયાતરે લોક દરબારનુાં આયોજન કરવામાં આવે છે. જેમાં મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરો, સખી વનસ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, જીલ્લા કાનુની સેવા સતા મંડળના લીગલ વોલેન્ટીયર અને “અભયમ” મહિલા હેલ્પ લાઇન 181 ના કાઉન્સેલરો તર્થા ડોમેસ્ટીક વિભાગના કર્મચારીઓ સાર્થે મળી સુમેળભર્યુ વાતાવરણ ઉભુ કરી મહિલાઓના પ્રશ્ર્નોેના નિરાકરણ માટે સફળ પ્રયાસ કરવામાાં આવેલ છે.

સને.2021 માં મહિલા પોલીસ સ્ટેશનમાં કુલ-1795 અરજીઓ આવેલ જેમાં બન્ને પક્ષો ને બોલાવી યોગ્ય કાઉન્સેલીંગ કરી સમાધાનના પ્રયાસ કરવામાં આવેલ અને અરજીઓનો યોગ્ય નિકાલ કરવામાાં આવેલ ફકત 134 અરજીઓમાં સમાધાન ન ર્થતા અરજદાર કાયદાકીય રીતે આગળ વધવા માાંગતા હોવાર્થી ગુન્હાઓ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાાં આવેલ તેમજ 1343 અરજદાર મહિલાઓને તેમના પ્રશ્ર્નોનો સબંધે સ્થળ પર જ યોગ્ય નિરાકરણ કરવામાાં આવેલ છે.

મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલા હેલ્પડેસ્ક કાર્યરત કરવામાાં આવેલ છે જેમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પ્રશ્ર્નનો લઇ આવતી મહિલાઓના પ્રશ્ર્નો શાાંતીર્થી સાંભળી તેઓને કાયાદાકીય યોગ્ય માર્ગદર્શન આપી, તેઓએ કરેલ અરજીની કાર્યવાહી કયાં સ્ટેજ પર છે તેમજ અરજીની તપાસ કોણ અધિકારી/કર્મચારી કરે છે તે અંગે તાત્કાલિક માહિતી આપવામાાં આવે છે. અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકણ કરવામાં આવે છે.

મહિલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત

IUCAW યુનિટમાં જાતિય હિંસાના તર્થા પોકસો હેઠળના ગંભીર ગુનાઓની તપાસ કરવામાં આવે છે જેમાં સને.2021 ના વષર્ર્માં રાજકોટ શહેરમાાં બનેલ ગંભીર ગુનાઓમાંર્થી કુલ-17 ગુનાની તપાસ IUCAW યુનિટને સોપવામાં જે ગુનાઓની ચોકસાઇર્થી તપાસ કરી ભોગ બનનાર માનસિક આઘાતમાં સરી ન પડે તે માટે મહિલા અધિકારીઓ દ્રારા યોગ્ય કાઉન્સેલીગ કરવામાાં આવે છે તેમજ આરોપીને તુરાંતજ પકડી યોગ્ય કાર્યવાહી કરી બનાવ સ્થળનુ FSL અધિકારી મારફત નિરક્ષણ કરાવી વૈજ્ઞાનિક પુરાવો એકઠા કરી ભોગબનનારને ન્યાય મળી રહે તે માટે ઝડપી તપાસ પુર્ણ કરી સરકારી વકીલ સાર્થે સંકલનમાં રહી કેસોનો નિકાલ ઝડપી ર્થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે તેમજ ભોગબનનારને સરકારી ધારાધોરણ મુજબ આર્થિક સહાય મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપી મદદરૂપ ર્થઇ યોગ્ય કાર્યવાહી કરવામાાં આવેલ છે.

હાલના સમયમાાં બાળ કિશોર /કિશોરીઓ સાર્થે વધતા જતા જાતિય હિંસાના બનાવો બનતા અટકે અને બાળકોને ગુડ ટચ-બેડ ટચ

કોને કહેવાય તે અંગેની સમજ મળે તેમજ બાળકો જાતિય હિંસાનો ભોગ ન બને અને પોતાનું રક્ષણ કરી શકે તેમજ બાળ માનસ ઉપર ર્થતી ખરાબ અસરર્થી બચે તેવા ઉમદા હેતુર્થી અલગ અલગ સ્કુલ તર્થા સ્લમ એરીયામાાં જઇ ગુડ ટચ બેડટથ અંગેની મનોવૈજ્ઞાનીક સમજ આપવામા આવે છે.

 દુગાશકિત ટીમ

તો બીજી તરફ મહિલાઓની જાહેરમાાં ર્થતી છેડતી પઝવણી તેમજ મહિલાઓને લગતા પશ્નોનું કાઉન્સેલીંગ તેમજ સ્કુલોમાં આ અંગે અવરનેશ માટેના પ્રોગ્રામ વગેરે હેતુર્થી સને.-2019 ર્થી દુર્ગા શક્તિ ટીમ કાર્યરત કરવામાં આવેલ છે જે મહિલાઓની સુરક્ષા તર્થા તેમના ઉત્થાન માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમજ મહિલા સંબંધી કોઇ પણ સમસ્યાઓમાં તાત્કાલીક સ્થળ પર પહોંચી તેનુ યોગ્ય નિરાકરણ કરે છે. તેમજ દુર્ગા શકિત ટીમ દ્વારા કોરોના મહામારી દરમ્યાન જાહેર જનતાને જાગૃત કરવા માટે વિડીયો બનાવી કોરોના વાયરસ અંગે જાગૃતતા ફેલાવી માનવ સેવા આપી ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે. તેમજ સામાજીક, સેવાકિય કાયો પણ કરવામા આવી રહેલ છે. જેમા લોકડાઉન સમયે જરૂરિયાત મંદ પરિવારોને કીટ વિતરણ કરી મદદરૂપ ર્થયેલ તેમજ એકલા રહેતા મહિલા સીનીયર સીટીઝનની મુલાકાત લઇ તેની સાળ સાંભાળ કરી તેની જરૂરીયાત મુજબ મદદ કરેલ તેમજ વૃધ્ધાશ્રમ ખાતે જઇ વૃધ્ધ વડીલોની કાળજી રાખી તેમની જરૂરીયાત સમજી મદદ કરવી જેવી સેવાકિય પ્રવૃતી કરી વડીલોના આશિર્વાદ પણ મેળવેલ હતા.

“દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર”

રાજકોટ શહેર પોલીસ જે મહિલા સુરક્ષા તથા મહિલા ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવા તેમજ મહિલા સુરક્ષા માટે તત્પર રહેલ છે માટે મહિલા સુરક્ષા માટે મહિલાઓ માટેની ખાસ પોલીસ ચોકી “દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર” કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરમાં

બાગ બગીચા ખરીદીના સ્થળો કે જયાં મહિલાઓ આવતા હોય તેવી જગ્યાઓ ઉપર મહિલાઓ માટેની ખાસ પોલીસ ચોકી એટલે કે “દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર” કાર્યરત કરેલ છે. જેનો મુખ્ય ઉદેશ મહિલાઓને લગતા પ્રશ્નોનુ નિરાકરણ કરવાનુ, છેડતી, જાતીય સતામણી જેવા ગુન્હાઓ બનતા અટકાવવા કાયદાકીય પગલા લેવા, મહિલાઓની ધરેલુ અત્યાચાર ગુન્હાઓમા ભોગ બનનાર મહિલાઓને સુરક્ષા આપી વિશ્વાસ સંપાદન કરી પારીવારીક ભાવના ઉભી કરી કાઉન્સીલીંગ કરવાનુ, વધુમા વધુ મહિલાઓને જાગૃત કરી સુરક્ષા એપ્લીકેશન બાબતે જાણકારી આપી એપ્લીકેશન ડાઉનલોડ કરવાની પહેલ કરવાનુ, મહિલાઓએ પોતાનો સ્વ-બચાવ કેવી રીતે કરવો તે અંગેનુ માર્ગદર્શન આપવવાનુ. અને દુર્ગા શકિત ટીમના સભ્યો દ્વારા સમર્પણની ભાવના સાર્થે કોઇ પણ ભેદભાવ વગર રાજકોટ શહેરની તમામ મહિલાઓનુ રક્ષણ કરવાની કામગીરી કરવામા આવે છે.

 સુરક્ષિતા એપ્લીકેશન

રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષા માટે આધુનીક ટેકનોલોજીના સમયમાં મહિલાને સંકટના સમયે ત્વરીત પોલીસ મદદ મળી રહે તેમજ એકલા મુસાફરી કરતા મહિલા પોતે કયાં વાહનમાં મુસાફરી કરે છે તે અંગે પોલીસ તર્થા તેમના પરિવારને જાણ રહે અને કોઇ પણ સંકટના સમયે પોલીસ તર્થા તેમના પરિવારની તાત્કાલિક મદદ મળી રહે તે માટે “સુરક્ષિતા” એપ્લીકેશન શહેર પોલીસ દ્રારા બનાવવામાાં આવેલ અને મહિલાઓ આ એપ્લીકેશનનો બહોળો ઉપયોગ કરી શકે તે માટે સુરક્ષીતા એપ્લીકેશન વધુમાં વધુ મહિલાઓને સુરક્ષિતા એપ્લીકેશન ડાઉનલોડ કરવામાાં આવેલ છે અને જયારે જયારે આ એપ્લીકેશન મારફત પોલીસ મદદ માાંગતા તાત્કાલિક તેઓને પોલીસ મદદ આપવામાાં આવેલ છે.

 પારદર્શિતા પોર્ટલ

મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા અરજદારોને તેમણે કરેલ અરજીની નોંધણી નંબર તેમજ અરજીની તપાસ કોણ ચલાવી રહેલ છે તે અંગે અરજદારને માહિતી મળી રહે તેમજ અરજીનો શુ નિકાલ કરવામાં આવેલ છે તે અંગેની માહિતી અરજદારને SMS મારફત મળી રહે છે તે માટે “પારદર્શિતા” એપ્લીકેશન બનાવવામાાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.