Abtak Media Google News

Table of Contents

રાજકોટના સ્ટાર્ટઅપનો નવીનતમ પ્રયાસ !!!

જાહેર નોટિસ , રિયલ એસ્ટેસ્ટ ક્ષેત્રે થતા લિટીગેસન અટકાવવા રાજકોટના બે યુવાનો મેદાને

આલ્પાઇન લેન્ડ રેકોર્ડ રોકાણકારો માટે આશીર્વાદરૂપ નીવડશે : રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણ કરી શકાય તેવા પોકેટને રોકાણકારોને ઓળખીને આપશે

આલ્પાઇન લેન્ડ રેકોર્ડસની આજે મેગા લોન્ચ ઇવેન્ટ, રાજકોટના અનેક શ્રેષ્ઠીઓ રહેશે હાજર

રાજકોટ ડિજિટલ ક્ષેત્રે દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે અને સરકાર પણ અનેકવિધ સહાયક નીતિઓની અમલવારી કરી રહી છે. ત્યારે એમએસએમઇ ઉદ્યોગોમાં પણ હવે અનેકવિધ ટેકનોલોજી અને ડિજિટલના સ્ટાર્ટઅપ શરૂ થઈ ગયા છે. પરંતુ જાણવા જેવું એ છે કે જે સ્ટાર્ટઅપ શરૂ થાય તેનો આઈડિયા નવીનતમ હોય તો જે તે સ્ટાર્ટઅપ ને ગણો ફાયદો પહોંચે છે અને સરકાર તેને પ્રોત્સાહન પણ આપતી હોય છે.

રાજકોટના સ્ટાર્ટઅપ દ્વારા એક નવીનતમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જાહેર નોટિસની સાથે રિયલ એસ્ટેસ્ટ ક્ષેત્રે થતા લિટીગેસન અટકાવવા અત્યંત અને આશીર્વાદરૂપ નીવડશે. એટલુંજ નહીં આલ્પાઇન લેન્ડ રેકોર્ડ રોકાણકારો માટે આશીર્વાદરૂપ નીવડશે કારણ કે રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણ કરી શકાય તેવા પોકેટને રોકાણકારોને ઓળખીને આપશે. આલ્પાઇન લેન્ડ રેકોર્ડસના આદિત્યભાઈ શાહ અને રાજુભાઇ મોઢવાડીયા દ્વારા આ એક વિશેષ પ્રયાસ અને પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેની આજે ગ્રાન્ડ લોન્ચિંગ ઇવેન્ટ સયાજી હોટલ ખાતે યોજાશે. આ લોન્ચિંગ ઇવેન્ટમાં રાજકોટના જે દરેક ક્ષેત્રના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહેશે.

રેવન્યુ ક્ષેત્રે જે ડિજિટલ બદલાવ લાવવામાં આવશે તેનાથી ઘણો ફાયદો પહોંચશે : આદિત્યભાઈ શાહ

આલપાઈન લેન્ડ રેકોર્ડસના આદિત્યભાઈ શાહે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રેવન્યુ ક્ષેત્રે જે ડિજિટલ બદલાવ લાવવામાં આવશે તેનાથી ઘણો ફાયદો પહોંચશે. જેને જાને લઈ આ એક સાહસ હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કન્સેપ્ટ હાલ રાજકોટ માટે નવો છે. જો રાજકોટના લોકો આ કન્સેપ્ટ આ વિચાર અને સહજતાથી સ્વીકારશે તો રાજકોટને ઘણો ફાયદો પહોંચશે અને ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ આવશે. હાલ લેન્ડ રેકોર્ડ ફ્રી સાથે નોટિસ ની અમલવારી યોગ્ય સમયે થાય તે માટે જે તે વ્યક્તિને તે નોટિસ મળે એટલું જ જરૂરી છે પરંતુ અત્યાર સુધી આ પ્રશ્ન સૌથી વધુ સતાવી રહ્યો છે. ત્યારે આલપાઈન લેન્ડ રેકોર્ડ આ તકલીફને દૂર કરવામાં ઉપયોગી નીવડશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે આલપાઈન લેન્ડ રેકોર્ડસ ઘણું ઉપયોગી નીવડશે : રાજુભાઇ મોઢવાડીયા

આલપાઈન લેન્ડ રેકોર્ડસના રાજુભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ સ્ટાર્ટઅપ જે શરૂ કરવામાં આવ્યું છે તે, રીયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ ઉપયોગી બનશે કારણ કે આ સ્ટાર્ટઅપમાં રોકાણકારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તેઓ સૌરાષ્ટ્ર કચ્છ માં કયા વિસ્તારમાં યોગ્ય રીતે રોકાણ કરી શકે તે પોકેટને આઇડેન્ટીફાઈ કરી તેમના સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. આ લેન્ડ રેકોર્ડમાં અનેકવિધ સુવિધાઓ લોકોને પહોંચાડવામાં આવશે જેના માટે આજે ગ્રાન્ડ લોન્ચિંગ ઇવેન્ટ રાખવામાં આવી છે જ્યાં આ લેન્ડ રેકોર્ડ્સ કેવી રીતે કામ કરશે અને લોકોની સાથો સાથ વિવિધ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગકારોને કેવી રીતે મદદરૂપ અને ઉપયોગી નીવડ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં તેઓએ ભરોસો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારનો પ્રયાસ અત્યાર સુધીમાં થયો નથી અને લોકોનો ભરોસો આવનારા દિવસોમાં પણ જોવા મળશે. જે ઉદ્યોગોની સાથોસાથ જે તે વ્યક્તિને એક અલગ સ્તર ઉપર લઈ જશે.

આલપાઈન લેન્ડ રેકોર્ડસ દવારા આપવામાં આવશે વિવિધ સેવાઓ

– પ્રોપર્ટી પ્રોટેકશન

ગુજરાતના કોઈપણ સમાચારપત્રમાં આવતી તમારી જ્મીન/મિલક્તને લગતી જાહેરનોટીસની માહિતી એસએમએસ તથા ઇમેઇલ અને ફોનકોલ દ્વારા અપાશે.

– જરૂરી દસ્તાવેજો

તમારા૭/૧૨ના ઉતારામા અને પ્રોપર્ટીકાર્ડમાં થતા દરેક પ્રકારના ફેરફાર દર્શાવતુ માસીક સ્ટેટમેન્ટ આપવામાં આવશે.

– એરિયા એલર્ટ

લોકો રોજે-રોજ તમામ જોઈતા એરિયાની તમામ જાહેર નોટીસો એસએમએસ અને ઇમેઇલ દવારા આપવામાં આવશે.જેથી તમે કયા ગામના ક્યાં વિસ્તારમાં તેજી કે મંદી છે તે જાણી શકાશે એટલુંજ નહીં  સર્વેનંબરની લે-વેચ થઈરહી છે તેની માહીતી પણ મેળવી શકાશે.

– હરાજી

તમારી પસંદગીના ગામ/તાલુકા/જિલ્લામાં આવતી મિલક્તની હરાજીની અલેર્ટસ ઇમેલ દ્વારા મેળવી શકાશે. જેથી સસ્તા ભાવે સૉદો થઈ શકે અને રોકાણકરોને ફાયદો મળે

– જાહેર નોટિસ

જો કોઈ જમીન/મિલક્ત ખરીદી રહ્યા હોય અથવા હરાજી થઇ રહી હોય અથવા સરકાર ઘ્વારા કોઇ નવી યોજના શરુ કરવામાં આવતી હોય કે કોઈ નવો પ્રોજેક્ટ મુકવામાં આવતો હોય,તો તમને તેની સચોટ જાણકારી મળશે,પછી ભલે તેની નોટિસ ગુજરાતના કોઈ પણ છાપામાં પ્રસિદ્ધ થઈ હોય

– લેન્ડ રેકોર્ડસ

હવે ઘરે બેઠામેળવો તમારી જ્મીન/મિલક્તના સરકારી કચેરીમા રહેલા રેકોર્ડસની માહિતી

7/12, 8અ

નોંધ નંબર 6

પ્રોપર્ટી કાર્ડ

પાર્ટ પ્લાન

પી-ફોર્મ

ઝોન સર્ટિફિકેટ

સર્ચ રિપોર્ટ

ઇન્ડેક્સ 2

ઓર્ડર કોપી

પીવીઆર પ્રોપર્ટી વેરિફિકેશન રિપોર્ટ

-કોઈપણમીન/મિલક્ત ખરીદતા પહેલા,જાણો તે ખરીદવા કે રોકાણ કરવાને લાયક છે કે નહીં?

– મિલકત પ રકોઈ પણ પ્રકારનો બોજ /લોન છે કે નહીં?

– મિલકતની  સચોટ જાણકારી દર્શાવતો અને પ્રાપ્ત થયેલ માહિતી તેઓ ધારે તે જમીન/ મિલક્ત ખરીદવા કે રોકાણકરવાને લાયક છે કે નહીં,તે માટેનો અમારો અભિપ્રાય દર્શાવતો પ્રોપટી વેરીફીકેશન રિપોર્ટ એકદમ નજીવી કીમત પર મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.