Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે દિવાળી પહેલા મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. વર્ગ 4ના 30 હજાર કર્મચારીઓને રૂ. 3500 લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાશે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવાતા રાજ્યની તિજોરી પર રૂ 464 કરોડનો બોજ પડશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, રાજ્યમાં કોરોનાના કારણે સરકારની આવક ઘટી ગઈ છે. કોરોનાના કારણે અનેક કામો અટવાઈ ગયા હતા. એટલું જ નહીં રાજ્યના કર્મચારીઓને છેલ્લા 6 મહિનાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવી શકાયું ન હતું. હવે દિવાળી પહેલા વર્ગ4ના કર્મચારીઓને રૂ.3500 લેખે મોંઘવારી ભથ્થુ આપી દેવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.