Abtak Media Google News

તાલિબાનોના કટ્ટર હરીફ આઈ.એસ ખોરાસાને હુમલો કરાવ્યો હોવાનું ખૂલ્યું

અબતક, કાબુલ

Advertisement

અફઘાનિસ્તાન પર જ્યારથી તાલિબાનોએ કબજો કર્યો છે ત્યારથી હિંસા સતતપણે જારી રહી છે ગઈકાલે કાબુલ ની સરકારી લશ્કરી હોસ્પિટલમાં થયેલા આંતકવાદી આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 19 ના મૃત્યુ અને 50થી વધુ ગંભીર રીતે ઘવાયા હોવાનું સરકારી સૂત્રોએ જાહેર કર્યું છે. લશ્કરી હોસ્પિટલ માં થયેલા આત્મઘાતી હુમલામાં તાલિબાનોના કટ્ટર હરીફ ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ ખોરાસાન નો હાથ હોવાનું સામે આવી રહ્યું છે અફઘાનમાં કબજો કરી સરકારની માન્યતા માટે પ્રયત્નશીલ તાલિબાન શાસકો માટે આઇએસ દિવસે દિવસે પડકારરૂપ બનતું જાય છે, તાલિબાનો એક તરફ સમગ્ર વિશ્વને દેશમાં શાંતિ અને નાગરિકોની સલામતીની બાંહેધરી આપી આપીને પોતાની સરકારને માન્યતા આપવા માટે પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ આઈએસ દ્વારા અફઘાનિસ્તાનમાં કોઈપણ સંજોગોમાં શાંતિનું વાતાવરણ ઊભું ન થાય તેવું સતતપણે ભયનો માહોલ ઉભા કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, કાબુલમાં ગઈકાલે સરકારી લશ્કરી હોસ્પિટલ માં થયેલા આત્મઘાતી હુમલાના ઘેરા પડઘા પડયા છે તાલિબાનના પ્રવક્તા દાવો કર્યો છે કે હોસ્પિટલમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ પંદર જ મિનિટમાં સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો આ હુમલામાં બે સૈનિકો અને મહિલા અને બાળક ના મૃત્યુ નિપજ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું હોસ્પિટલ સંકુલમાં જ્યારે હુમલો થયો ત્યારે એકા એક ધડાકાથી સમગ્ર સંકુલ ધણધણી ઊઠયું હતું અને કાળા ધુમાડાના ગોટા થી વાતાવરણમાં બે ફૂટ દૂર પણ કંઈ ન દેખાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી, આ હુમલામાં આત્મઘાતી બોમ્બરો મોટરસાયકલ પર આવ્યા હતા અને હોસ્પિટલમાં જ પોતાની જાતને ઉડાવી દીધી હતી સરદાર મહંમદખાન હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે એકા એ ધડાકો થયો હતો અને ત્યાર પછી ઘણી વાર સુધી સામસામા ગોળીબાર ના અવાજ આવ્યા હતા આ હુમલામાં ખોરાસાન નો હાથ હોવાનું બહાર આવ્યું છે બપોરે લગભગ એક વાગ્યે થયેલા આ હુમલામાં 19 જેટલા લોકોના મોત નિપજયાનું સત્તાવાર જાહેર થયું છે અને50થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.