Abtak Media Google News

બાલાજી હનુમાનજી આયોજીત સપ્તાહમાં ભકતોના ઘોડાપુર ઉમટયા

રાજકોટ શહેરમા બિરાજતા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમા નુતન મંદિરના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ તેમજ ઘરસભા નુ તા.12 થી 18 એપ્રીલ સુધી ભવ્યતિભવ્ય આયોજન ની હારમાળા તૈયાર કરવામા આવી છે જેમા રવિવારના દિવસે યજમાન ચેતનભાઇ રામાણી તેમજ તેમના પરિવાર દ્વારા આમંત્રણને ખાસ માન આપી ગુજરાત સરકારના કૃષી અને પશુપાલન વિભાગના કેબિનેટ પ્રધાન રાઘવજીભાઇ પટેલ અને ગુજકોમાસોલ તેમજ ઇફકોના ચેરમેન અને દિગ્ગજ સહકારી નેતા દિલીપભાઇ સંઘાણી વિશેષ ઉપસ્થીત રહ્યા હતા ત્યારે કથા સ્થળ પર યજમાન ચેતનભાઇ તેમજ તેમના સુપુત્ર હરિકૃષ્ણ દ્વારા તેમનુ ફૂલહાર પહેરાવી સ્વાગત અભિવાદન કર્યું હતુ.

ત્યારબાદ, મંત્રી રાઘવજીભાઇ પટેલ એ સ્ટેજ પર પોતાના વક્તવ્ય દરમ્યાન કહ્યુ કે, કોઠારી વિવેક સ્વામી અને રાધારમણ સ્વામી ને વંદન અને તેમની મહેનતને અભીનંદન તેમજ મારા મિત્ર ચેતનભાઇ રામાણી જેની સાથે મારે 35/35 વર્ષ સુધી પારિવારીક નાતો રહ્યો છે અને એમના આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થીત રહી વકતા મહોદય પૂ. નિલકંઠચરણદાસજી સ્વામીના મુખેથી વહેતી ભાગવત્ કથાનુ રસપાન કરતા તમામ શ્રોતાઓને વંદન. ભાગવત સપ્તાહમા આવતા તમામ 12 સ્કંધો જીવન જીવવાની રીત, મનને શાંતી, સંયમ અને એકાગ્રતા કરાવે છે.

પૂ. નિલકંઠચરણ સ્વામીએ તેમજ પૂ. નિત્યસ્વરૂપસ્વામીજી એ સંયુક્તમા બથાને કરબઘ પ્રાથના અને વિનંતી કરી પોતાના બાળકોને સંતોનો સમાગમ કરવા ભલામણ કરી હતી જેથી સંસ્કાર નુ કાયમીના પણ સિંચન થતુ રહે અને રાષ્ટ્ર નિર્માણમા એમનો ફાળો અમુલ્ય બને એ હેતુસર સૌ હરિભક્તોને કથા વાર્તા ઘરસભા મંદિરે દર્શન કરવા ઇત્યાદિક ભક્તીઓના માર્ગ બતાવ્યા હતા.

વધુમા વિવેકસાગર સ્વામી તેમજ રાધારમણ સ્વામીએ કહ્યુ હતુ કે, સપ્તાહમા આવતા તમામ પ્રસંગો અને કાર્યક્રમો આવનાર દિવસમા ખૂબ ધામ ધૂમથી ઉજવવામા આવશે તેમજ ગુજરાત સરકારના કૃષી કેબિનેટ પ્રધાન રાઘવજીભાઇ પટેલ અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, રાજકોટ ધારાસભ્ય રમેશભાઇ ટિલાળા, પ્રદેશ ભાજપના પ્રવકતા શૈલેષભાઇ પરમાર, રાજકોટ કલેકટર  પ્રભવભાઇ જોશી, મેયર પ્રદિપભાઇ ડવ, પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કાલરીયા  સહિતના અગ્રણીઓ વકતા મહોય પૂ. નિલકંઠચરણ સ્વામી તેમજ નિત્યસ્વરૂપદાસજી સ્વામી તેમજ સપ્તાહના અધ્યક્ષ સ્થાને બિરાજીત હરિચરણદાસજી સ્વામી, પૂ. દેવપ્રકાશ સ્વામી (ચેરમેન-વડતાલ), પૂ. શ્રીરંગ સ્વામી (વડોદરા), વૈષ્ણવ સંપ્રદાયના મહાદેવ ભાઇ, પૂ.ભક્તીપ્રકાશ સ્વામી (ખિરસરા), મુનિ સ્વામી તેમજ જેતપુર-સરધાર-રાજકોટના સર્વ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.