Abtak Media Google News

જાગૃત્તિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ દ્વારા કાલે એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે રાજય કક્ષાના સેમિનારનું આયોજન

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ “ગ્રાહક કમિશનમાં કેસોનો અસરકારક નિકાલ”   ની થીમ સાથે સમગ્ર ભારતમાં ઉજવાશે.

Advertisement

ગુજરાત રાજયના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ અને ક્ધઝયુમર અફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી, ગુજરાત  કા.પા.ગ. ના સહયોગથી   જાગૃત્તિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ,રાજકોટ દ્વારા “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણીના ભાગરૂપે 24મી ડિસેમ્બર સવારે 10.00 કલાકે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે રાજય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સેમીનારમાં ગ્રાહકોની ફરીયાદોના ઉકેલ માટે વિચાર વિમર્શ અને યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. આ સેમિનાર રાજકોટ મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવના અધ્યક્ષસ્થાને યોજાશે. ગુજરાત રાજ્યના નવનિયુક્ત મંત્રી ઓ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ વિકાસ મંત્રી  ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે   જાગૃત્તિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ, રાજકોટનાં પ્રમુખ   દિપાબેન વી. કોરાટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી સહિત રાજકોટ જિલ્લાના મહિલા મંડળના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.