Abtak Media Google News

સરકારી સ્કીમોના અમલીકરણ માટે કામ કરતા ૨૦,૦૦૦ કર્મચારીઓને પીએફના નાણા ન મળતા રાજય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ

કેન્દ્ર સરકાર અને રાજય સરકારે જાહેર કરેલી સ્કીમોના અમલીકરણ માટે કામ કરતા વર્કરોને પ્રોવિડન્ટ ફંડ ચુકવાતું નથી. સરકાર હસ્તકની સોસાયટીઓમાં લગભગ ૫૦ હજાર કર્મચારીઓ કરે છે. પરંતુ સરકાર કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના હિસ્સાના નાણા ઈપીએફઓ ઓફિસમાં જમા કરાવતા નથી. આ અંગે ઈપીએફઓ ઓફિસે ચીફ સેક્રેટરી તેમજ પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓને નોટિસ ફટકારી છે.

પ્રોવિડન્ટ ફંડના નાણા ટુંક સમયમાં જમા નહી થાય તો, આગામી દિવસોમાં ઈપીએફઓ સોસાયટીઓ અને સંસ્થાઓ સામે કાર્યવાહી કરી શકે છે. રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર અજીતકુમારે જણાવ્યું કે, નેશનલ ‚રલ હેલ્થ મિશન (એન આર એચ એમ) હેઠળ લગભગ ૧૨,૦૦૦ કર્મચારીઓ અને સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ.એ) હેઠળ લગભગ ૬૦૦૦ કર્મચારીઓ આ સ્કીમોના અમલીકરણ માટે કામ કરે છે પરંતુ તે સામે તેમના હકના નાણા પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા થતા નથી. રૂરલ ડેવલપમેન્ટઅને હેલ્થકેર સેકટરમાં કામ કરતી ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ ઓથોરિટી, ગુજરાત કેન્સર સોસાયટી, એકસ સર્વિસમેન ક્ધટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ (ઈસીએચએસ) જેવા ટ્રસ્ટો પણ કર્મચારીના નાણા જમા કરાવતા નથી.

આ ઉપરાંત સુરક્ષા ક્ષેત્રે ફરજ બજાવતા જવાનો અમદાવાદ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના કર્મચારી તરીકે કામ કરે છે. તેઓને પણ પીએફઓનો લાભ મળતો નથી. સ્ટેટ સેક્ધડરી એજયુકેશન બોર્ડ સહિત આવી અનેકો સોસાયટીઓમાં કર્મચારીઓ પીએફઓના લાભથી વંચિત છે. ગુજરાત રાજયમાં આવા લગભગ ૨૦,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે. આ સમસ્યા અંગે રાજય સચિવ અને શહેર પોલીસ કમિશનરને નોટિસ આપવામાં આવી છે.

ઈપીએફઓએ રાજય સરકાર હસ્તકની કેટલીક સોસાયટીઓને નોટીસ ફટકારી છે પરંતુ હજુ સુધી કોઈ નકકર પગલાઓ લેવાયા નથી. અજીત કુમારે જણાવ્યું કે, કેટલીક સંસ્થાઓને ૩૧ માર્ચ ૨૦૧૫ સુધી કલમ ૧૪ હેઠળ ઈપીએફ એકટ માંથી મુકિત આપી હતી. ત્યારબાદ ૧લી એપ્રિલ ૨૦૧૫થી નાણા જમા કરવાનું નકકી કરાયું હતું પરંતુ સંસ્થાઓએ આજ સુધી ઈપીએફઓમાં નાણા જમા કરાવ્યા નથી હવે તેમણે એપ્રિલ ૨૦૧૫ની પાછલી અસરથી નાણા જમા કરાવવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.