Abtak Media Google News

મોળું IT રીટર્ન ભરવું થશે વધુ મોંઘુ , સરકરે બદલ્યા છે નિયમો

tax

દેશનો નાગરિક સમયસર ટેક્સ રીટર્ન ભરી પોતાની દેશભક્તિ દાખવે છે. ત્યારે સરકાર પણ IT રીટર્ન ભરવામાં  માટેની અવધિમાં પણ વધારો કરી એક તક પૂરી પડે છે. પરંતુ આ તકની અવધી પણ પૂરી થવા છતા કેટલાક નાગરિકો ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ કરવાથી ચુકે છે, તેવા સમયે સરકાર દ્વારા પણ થોડા આકરા પગલા લેવામાં આવે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની IT રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ એટલે ૩૧ જુલાઈ ૨૦૨૩ જે હમણાં જ આવશે . જે લોકોએ હજુ સુધી રીટર્ન ફાઈલ નથી કર્યો એ લોકો આ તારીખને ધ્યાનમાં રાખીને તુરંત ફાઈલ કરે. જો આ તારીખ ચુક્યા છો તો ભરવી પડશે લેઇટ ફી.

જે લોકોની આવક ૫ લાખ સુધીની છે તેને ૧૦૦૦ સુધીનો દંડ ભરવાનો વારો આવશે, અને જેની આવક ૫ લાખ કરતા વધારે છે તેને ૫૦૦૦ સુધીનો દંડ ભરવો પડશે. જે લોકો ૩૧ જુલાઈ પછી રીટર્ન ફાઈલ કરે છે તેને ૩૧ ડીસેમ્બર સુધી રીટર્ન ભરવાની તારીખ લંબાવામાં આવી છે ત્યાં સુધીમાં આ રીતે વધારાનો દંડ ભરવો અનિવાર્ય રહેશે.

પગારદાર કર્મચારીઓને નવી ટેક્સ સિસ્ટમનો લાભ લેવો હોય તો તેને ૩૧ જુલાઈ સુધીમાં રીટર્ન ફાઈલ કરવું જરૂરી છે જો એવું નહિ કરે તો નવી ટેક્સ સીસ્ટમનો વિકલ્પ પસંદ નહિ કરી શકે. ૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રી દ્વારા રજુ કરાયેલા બજેટમાં નવી ટેક્સ સીસ્ટમ મુજબ સાત લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે.

એવા પણ લોકો છે જે ટેક્સથી બચવા માટે ૫૦% જેટેલી આવક ઘટાડીને દસ્તાવેજો રજુ કરતા હોય છે. પરંતુ એ રજૂઆત ખોટી સાબિત પુરવાર થાય છે તેવા સમયે ૨૦૦% વધારાનો દંડ ભરવાનો વારો આવે છે. આ ઉપરાંત ટકોર કરવા છતા પણ જો કોઈ ફેરફાર ન આવે તો કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે ત્રણ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની જેલની સજા ભોગવવાનો વારો આવે છે.

સમયસર ITરીટર્ન ફાઈલ કરવાના અનેક લાભ પણ છે જેમાં ટેક્સ રીફંડ મળે છે પરંતુ જો લેઇટ રીટર્ન ભાવથી એ લાભથી વંચિત રહેવાનો વારો આવવાની સાથે સાથે સરકારી કાર્યવાહીમાં પણ એ બાબત ધ્યાનમાં આવતા ઓડીટ અને પૂછપરછ આવવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

તો કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર રીટર્ન ફાઈલ કરવાનું બાકી હોય તો ૩૧ જુલાઈ સુધીમાં ભૂલ્યા વગર કરી નાખો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.