સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયું આ રાશિ વાળા રહે સાવધાન !!!

મેષ (અ,લ,ઈ)the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન કોમોડીટી બજાર, ડબ્બા ટ્રેડીંગ એવમ શેર બજાર, અવૈધ સટ્ટા/જુગારથી ખાસ સંભાળવું,  અન્યથા મોટું નૂકશાન થવાંની શકયતાઓ.   રંગ તથા રસાયણનાં ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે. સેલેબ્રીટી  જાતકો તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ  માટે આ સપ્તાહ  પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગ કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયી સપ્તાહ.   23 ત્થા 23  જુલાઈ સામાન્ય જણાશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac

અવૈધ તથા ગેરકાયદેસર  કહી શકાય તેવાં તમામ પ્રકારનાં વહિવટ, વ્યવહાર કામકાજ તથા તેવાં સંબંધોથી વિશેષ કાળજી રાખવી લાભદાયક નીવડશે. અન્યથા હાનિ થવાંનાં સંયોગો. જુનાં વેર તથા દ્વેષો, કલેશોમાં મુકત થવાંનાં સંયોગો.  ધંધા વ્યવસાયમાં અનેક નવી નવી તકો,  નવા અવસરો સામે ચાલીને આવવાની શકયતાઓ.  ઓદ્યોગિક એકમનાં જાતકો ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ પુષ્કળ ફાયદાકારક નીવડશે.  કુટુંબ પરિવાર તરફથી સાથ સહકાર મળવાંના સંયોગો. નિવૃતો, ગૃહિણી તેમજ છાત્રો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  કેવળ 21 જુલાઈનો દિવસ જ  અર્ધ લાભદાયક નીવડશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન  હળવી  દોડધામ થવાંની સંભાવના સાથોસાથો  ચડાવ ઉતાર આવવાંનાં પણ સંયોગો. જુનાં કે પડતર કામકાજનો નીવેડો આવી જવાંની સંભાવનાઓ. તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપાર- વાણિજયક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  પેપર, સ્ટેશનરીઝ  પ્રિંટીંગ પ્રેસ, ઓફ્સેટ, સંબંધિત ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયક નીવડશે.  સરકારી વિભાગનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે  આ સપ્તાહ હળવુ લાભદાયી નીવડશે.  પરિવારમાં મતભેદ યથાવત રહેવાની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ હળવુ લાભદાયી રહેશે.  20 તથા 24 જુલાઈના દિવસો સરેરાશ રહેશે.

કર્ક  (ડ,હ)

પ્રવાહી ખાદ્ય કે આહાર ઉત્પાદન એકમનાં જાતકો  તથા ફાર્મા-કેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  બહુ જ  લાભદાયક નીવડવાનાં સંયોગો.  આ સપ્તાહે પણ પરિવાર તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો ત્થા આકસ્મિક ધન લાભનાં સંયોગો. ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ ના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  અન્ય ઓદ્યોગિક એવમ ત વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ રાબેતા મુજબ  નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે.  નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ  રહેવાની સંભાવના.   22 જુલાઈ જ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન  દરેક વર્ગ તેમજ વિવિધ વિભાગ તથા વિવિધ પદનાં સરકારી કર્મચારી માટે દોડધામ થવાંની સંભાવના સાથોસાથો  ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો તેમજ બદલી બઢતીનાં પણ સંયોગો.  નાના નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  સ્ટેશનરીઝ તેમજ ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીક ઉત્પાદનાં ઓદ્યોગિક એવમ વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  પરિવારમાં મતભેદ થવાંની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃતો, છાત્રો માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 20 તથા 21 જુલાઈનાં દિવસો સાધારણ નીવડશે.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac

રેડીમેડ ગાર્મેંટસ, જનરલ ફેબ્રીક તેમજ કોસ્મેટીક એકમના જાતકો ત્થા હર્બલ તથા ફાર્માસ્યુટીક્લ્સ  એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ આખું અઠવાડીયું  દોડધામવાળુ તથા સાનુકુળ નીવડશે.  આ સિવાયનાં અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો એવમ  વ્યાપાર -વાણિયજ એકમનાં  જાતકો માટે આ સપ્તાહ સામાન્ય તેમજ ખર્ચાળ  નીવડશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ  લાભકારક નીવડશે. ખાનગી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવુ લાભદાયી જણાશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  સગાં, મિત્રો, સ્નેહી તરફથી  લાભના સંયોગો.  વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  21, 24 જુલાઈનાં દિવસો જ સરેરાશ રહેશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac

ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું  તથા સરેરાશ રહે તેવી શકયતાઓ.  મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ  હળવું સાનુકુળ નીવડશે.  કોઈ પણ  ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ તથા મધ્યમ નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક તથા નિરાંત વાળું નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર મળવાંના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક કારક નીવડશે. 22,24 જુલાઈનાં દિવસો   સામાન્ય  રહેશે.

વૃશ્ચિક (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહે અનેક નવાં કામકાજ હાથમાં આવવાંનાં સંયોગો. સાથો સાથ ગત વર્ષનાં જુનાં, અધુરા રહી ગયેલા કામકાજને વેગ મળવાંનાં સંયોગો.  તેમજ સરકારી કામકાજ  નિર્વિધ્ને પૂરા થઈ જવાંની સંભાવનાં.  નાનાં મશીનરીઝ ઉદ્યોગનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ.  વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે.   તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ  હળવું હળવું રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  નજીકનાં સ્નેહીઓ, મિત્રો દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સપ્તાહ.  19 તથા 23 જુલાઈ અતિ સામાન્ય રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

ઢાબાઓ, રેસ્તોરાં, કાફે જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તેમજ પેકીંગ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજયક એકમોનાં જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ એવમ હળવું લાભદાયક નીવડશે.  ગત વર્ષમાં અધુરા રહી ગયેલા કામકાજ પુરા થવાની સંભાવનાં, જુની ઉઘરાણી પાકવાંના સંયોગો.   ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  છુટક  વ્યાપારીઓ માટે આ સપ્તાહે હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  23, 24 જુલાઈ સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ)

આ સપ્તાહે પણ સ્થળાંતર કે સ્થાનફેર કે લાંબા પ્રવાસની સંભાવનાઓ. વિદેશ વસતાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે.  કલર્સ તેમજ કેમિકલ્સ ઓદ્યોગિક ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. શીતલ પેયનાં  એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું  તેમજ આકસ્મિક લાભ વાળું રહેશે.  અન્ય, મધ્યમ કદ તથા નાનાં ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  ખાનગી તથા  સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે, અવૈધ વહીવટથી સંભાળવું.   મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. 19, 20 ઓકટોબરનાં દિવસો  સાધારણ નીવડશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac

સ્વગૃહી કે ઉચ્ચસ્થ શનિ વાળા જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે, તેમ નવી તકો મળવાંની સંભાવનાં.  આયુર્વેદીક ફાર્મસી તથા  હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષવાળું પરંતુ સાથોસાથ લાભદાયક પણ નીવડશે.  સ્યુડો ફિલોસોફર્સ, દંભી બૌદ્ધિકો માટે પ્રતિકુળ સપ્તાહ. હેવી મશીનરીઝ  ઔદ્યોગિકતથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાતો એ આ સપ્તાહ દરમ્યાન વિશેષ કાળજી રાખવી, અવૈધ વહીવટથી તો વિશેષ સંભાળવુ.  કુટુંબ તરફથી  સાથ સહકાર મળવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. 22 જુલાઈ  સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન-પરિશ્રમ-ઉદ્યમ.)

મીન (દ,ચ,ઝ,થ)

ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઈંટરનેટ સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.શીપીંગ તેમજ તેને સંબંધિત તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. રંગ, રસાયણનાં ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. સેલેબ્રીટી જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશ ના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગ કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયી સપ્તાહ.   23 જુલાઈ  સાધારણ રહેશે.