Abtak Media Google News

અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૫ પૈસા મજબૂત ઈ ૭૦.૫૮ પહોંચ્યો

શેરબજારમાં પ્રારંભીક તબક્કે આજે નરમાસ જોવાયા બાદ છેલ્લી ઘડીએ બજારમાં તેજી જોવા મળી હતી. તેજીના માહોલ વચ્ચે આજે ડોલર સામે રૂપિયો પણ મજબૂત જણાયો હતો. જેની સીધી અસર બજાર પર જોવા મળી હતી. ટાટા મોટર્સ, યશ બેંક, વેદાંતા અને ટાટા સ્ટીલ સહિતના શેરમાં ૩ થી  ૭ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ઈન્ફોસીસ, ઓએનજીસી, એચસીએલ ટેક અને ભારતી ઈન્ફ્રાટેલ સહિતના શેરમાં ૨ ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો. એકંદરે આજે મોટાભાગના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતા. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૮૦ પોઈન્ટના ઉછાળા સો ૪૦૬૯૧ એ ટ્રેડ ઈ રહ્યો છે. જ્યારે નિફટી-ફીફટીમાં પણ આજે ૦.૭૩ ટકાનો એટલે કે ૮૭ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

ડાયરેવીટીસમાં આજે જબરદસ્ત ચઢાવ-ઉતાર જોવા મળ્યા હતા. બેંક નિફટી ૧.૯૧ના ઉછાળા સો ૩૭૧ના ઉછાળા સો ૩૧૬૩૦ ટ્રેડ કરવા લાગ્યો હતો. બીજી તરફ બીએસસી મીડકેપ અને ઓઈલ ગેસમાં પણ હરિયાળી જોવા મળી હતી. નિફટી-ફીફટીના મોટાભાગના શેર આજે ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા.

અમેરિકી ડોલર સામે આજે રૂપિયાએ પ્રારંભીક તબક્કે મજબૂતાઈ તારણ કરી હતી. ડોલર સામે આજે રૂપિયો ૨૫ પૈસાની મજબૂતાઈ સો ૭૦.૫૮ નજીક પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટની અસર આજે બજાર પર વધુ જોવા મળી હતી. આ ઉપરાંત આજે ઉજીવન સ્મોલ ફાયનાન્સ બેંકનું લીસ્ટીંગ ધમાકેદાર યું હતું. બેંકનું ૫૭ ટકાી વધુના પ્રિમીયમ સો લીસ્ટીંગ તાં રોકાણકારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. બીએસઈ પર રૂપિયા ૫૮ના ભાવે ઉજીવન સ્મોલ ફાઈનાન્સનું લીસ્ટીંગ યું હતું જે ૫૭ ટકાનો ઉછાળો દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.