Abtak Media Google News

રોકાણકારોમાં કાગારોળ, વેંચવાલી બેકાબુ બનતા બજારમાં મંદીના ઘોડાપુર

સારે જમીન પર… ભારતીય શેરબજારમાં આજે ગુરૂવારનો દિવસ અપસુકનીયાળ સાબીત થયો હોય તેમ એક અઠવાડિયાથી લાલ-પીળો થઈને ફરતો શેરબજારનો આંખલો આજે અઠવાડિયાના છેલ્લા અધ્યાયમાં ધોબીપછડાટ ખાઈ ગયો હોય તેમ આજે બપોર સુધીમાં આઈટી, ફાર્મા ક્ષેત્ર અને વાયદાના વેપારની મુદત પૂરી થયાના દિવસે ભારે વેચવાલીના પગલે શેરબજારમાં એક જ દિવસનો 800 કોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને 49,000 રૂપિયાનું તળીયુ દેખાયું હતું. બજારના ખુલતામાં શેરબજારની તેજીએ સેન્સેકસને 50296ની મથાળુ દેખાડ્યું હતું. ત્યારબાદ નિફટીમાં 50 પોઈન્ટનો કડાકો આવતા 14600એ નિફટી પહોંચી હતી. આ સાથે શેરબજારે પણ ઉંધેમાથે ગમન કરવાનુ ચાલુ કર્યું હતું અને બપોર સુધીમાં 800 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

Advertisement

ડો.રેડ્ડી, એચસીએલમાં 2 ટકાના ઘસારાને લઈને મોટી અફરા-તફરી સર્જાઈ હતી. ભેલમાં પણ ધોવાણ થયું હતું. બીએસઈ સ્મોલ કેપ સેલમાં 1.4 અને 1.7નું ધોવાણ થયું હતું. બજારની આ પરિસ્થિતિ આમ તો અપેક્ષીત માનવામાં આવતી હતી પરંતુ ગુરૂવારે 800 પોઈન્ટના ગાબડાએ અનેકને રોતા કરી દીધા હતા. જો કે પોણા ત્રણ વાગ્યે આઈટીસીમાં એકાએક લેવાલીના પગલે 3 ટકા જેટલી તેજીએ 217.30 પૈસાનો ઈન્ટ્રાડેનો સોદો કરાવ્યો હતો.  આજના મંદીના માહોલને એપીએલ, એપોલો, વેલક્રોપ, હિન્દાલકો, જેએસડબલ્યુ સ્ટીલ, નેશનલ યોંગ, જિંદાલ સ્ટીલ, સેલ, મોયલ, કોલ ઈન્ડિયા જેવા શેરોમાં આવેલી તેજી-મંદીની ચાલે બજાર છેવટ સુધી કઈ સ્થિતિમાં આગળ વધી રહ્યું છે તે કહેવું મુશ્કેલ બનાવી દીધું હતું. જો કે, બજાર છેલ્લા કેટલાક દિવસથી મંદીના ટ્રેડમાં જ આગળ વધી રહ્યું હતું. આજનો આ કડોકો આમતો અપેક્ષીત માનવામાં આવે છે પરંતુ આજે જે રીતે બજારમાં નીકળેલી એકાએક વેંચવાલીએ પરિસ્થિતિને વધુ નાજૂક બનાવી દીધી હતી. જો કે, આજના મંદીના માહોલ વચ્ચે પણ સામાપુરે ચાલતી હોય તેમ કેટલીક કંપનીઓના શેરમાં 1 થી 3 ટકા સુધીનો ફાયદો જોવા મળ્યો હતો. આજના મંદીના આ મોહોલમાં રોકાણકારોના લાખો રૂપિયા ધોવાઈ ગયા છે. શેરબજારના નિષ્ણાંતો અત્યારની વોલેટાઈલ પરિસ્થિતિને હજુ આગળ વધનારી ગણાવે છે. અને બજાર આવતા દિવસોમાં 40,000ના તળીયે આવી જાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.