Abtak Media Google News

લગ્નના 15 દિવસમા નાશી ગઇ: યુવતિ સહિત છ શખ્સોએ 15થી વધુને છેતર્યા

ચામુંડા ચોક વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન કરી સોના-ચાંદીના ઘરેલા અને રોકડા મળી રૂ.23 લાખ ઓળવી જછામાં યુવતિ સહિત 6 શખ્સો સામે ગુંનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ જૂનાગઢ પંથકના યુવક સાથે અમદાવાદની યુવતિએ લગ્ન કરી અને 15 દિવસમાં રફુચકકર થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે રાજકોટના પોપટપરા વિસ્તારમાંથી ધારી પંથકના દલાલ દંપતિને ઉઠાવી લઇ પોલીસે અમદાવાદની યુવતિ અને તેની માતા સહિત ત્રણની ધરપકડ કરી હતી.

આ બનાવમાં પોલીસે દસફોઇના લાભા ગામની ભગવતીબેન ત્રિવેદી, ધનીબેન ત્રિવેદી જૂનાગઢના જોષીપુરા અરૂણાબેન ભરત મહેતા, ભરત ગિરધર મહેતા, ભાવનગર અનિરૂદ્ધસિંહ ખુમાનસિંહ ગોહિલ અને જેતપુરનો ધીરૂ પુના ભડકની પ્રાથમિક પુછપરછમાં 15થી વધુ લગ્ન ઇચ્છુક યુવાનોને શિકાર બનાવ્યું ખુલતા જેમાં જામજોધપુર, જૂનાગઢ, કોટડા સાંગાણી અને જેતપુરના યુવક સાથે લગ્ન કરી રોકડ અને ઘરેણા તફડાવ્યાનું ખુલ્યું.

આ બનાવને પગલે જેતપુરના કુલદિપ યોગેશ જોષી નામના યુવકને જૂનાગઢના પરિચીત ભરતભાઇ મહેતા એ કરેલ સાળીની પુત્રી અને ફોટા બતાવેલ અને યુવતિનું નામ ભગવતીબેન ત્રિવેદી હોવાનું અને ફોટા બતાવ્યા બાદ લગ્ન કર્યા હતા.

15 દિવસ લગ્ન જીવન વિતાવ્યા બાદ સાસુ આવેલ કે પુત્રી ભગતીને રોકવા માટે તેડી જવાનું કરહેતા અમોએ હા પાડેલ બાદ 15 દિવસ બાદ કોઇ સંપર્ક થયેલો ન હતા. અને અમોએ આપેલા ઘરેણા, રોકડા અને મોબાઇલ મળી રૂ.3 લાખ તફડાવી ગયાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.