Abtak Media Google News

ચીને અમેરિકાના 106 સામાન પર વધુ 25 ટકા ટેરિફની જાહેરાત કરતા ટ્રેડ વોર તીવ્ર બનવાના ભયે વૈશ્વિક બજારો ઘટતા બપોર બાદ ભારતીય માર્કેટમાં વેચવાલી આવી હતી અને બેન્ચમાર્ક ગબડ્યા છે. સેન્સેક્સ બપોરે 2.30 વાગ્યે 304 પોઇન્ટ ગબડીને 33,066 પર ટ્રેડ કરે છે અને દિવસની ટોચથી 500 પોઇન્ટ નીચે અડ્યો છે. નિફ્ટી પણ 108 પોઇન્ટ ઘટીને 10,136 પર ટ્રેડ કરે છે. મોટી વેચવાલીથી બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા, આઇટી અને ફાર્મામાં 1.83 ટકાથી1 ટકા વચ્ચે ઘટાડો આવ્યો છે.

ઓટો અને રીયલ્ટી સિવાયના તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળે છે. તેમાં બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ 1.48 ટકાથી 1 ટકા વચ્ચે ઘટ્યા છે. બેન્ક નિફ્ટી 1.15 ટકા ઘટીને 24,228 પર ટ્રેડ કરે છે. જયારે ઓટો 0.79 ટકા વધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.