Abtak Media Google News

Ipoint Logo For Header 1

સેન્સેક્સ :- ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝના ખરાબ પરિણામો વચ્ચે માર્કેટે મૂવમેન્ટમ પોઝિટીવ જાળવી રાખી છે. જથ્થાબંધ ફુગાવો ઘટવા સાથે ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં ફરી રિકવરી જોવા મળી છે. તેમજ બેન્કિંગ અને ફાઇનાન્સ શેર્સમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઇ રહેતા બજારમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૨૮૬.૪૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૪૦૮.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૩૯૬.૯૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૪૮૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- બજારમાં ફરી સપ્તાહના અંતીમ દિવસે પોઝિટીવ શરૂઆત જોવા મળી છે. સ્થાનિક સંસ્થાઓની આક્રમક ખરીદી આવતા બજારને સપોર્ટ મળ્યો છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૯૯.૬૫ સામે ૧૧૯૧૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૧૩.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૨૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળી રહી છે. જોકે, સોનાની તુલનાએ ચાંદીમાં ફરી પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના કરતા ચાંદી ચમકી ૧૭ ડોલરની સપાટી કુદાવી ચૂકી છે જેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઉંચકાઇ ફરી ૪૬૦૦૦ની સપાટી નજીક ટ્રેડ થવા લાગ્યા છે. જો રૂપિયો વધુ નબળો પડે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ફરી આગળ વધી ૧૮ ડોલર તરફ સરકે તો ઝડપી ૪૭૦૦૦-૪૮૦૦૦નું લેવલ જોવા મળી શકે છે. જ્યારે સોનામાં હાલ ૩૯૩૦૦-૪૦૦૦૦ની વચ્ચે ભાવ સપાટી અથડાતી રહેશે. જ્યાં સુધી સોનું હવે ૧૪૭૦ ડોલરની સપાટી ઉપર બંધ ન આપે ત્યાં સુધી સુધારાનું ધ્યાન નથી. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી ઉપર ૩૮૧૮૮ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૭૦ અને ૩૮૪૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૦૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૫૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૫૦૦૦ની સપાટી નજીક છે. અત્યારે ૪૪૬૯૪ ની સપાટી રહી છે. જે ઉપરમાં ૪૫૦૦૦-૪૫૨૫૦ અને નીચામાં ૪૪૫૦૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં ફરી તોફાની તેજી જોવા મળી છે. અમેરીકામાં ક્રૂડ ઇનવેન્ટરી રેશીયો ઘટીને આવશે અને આગામી ટુંકાગાળામાં મોટા પાયે માગ ખુલશે તેવા અહેવાલો વચ્ચે ક્રૂડ ઉંચકાઇ ૬૩ ડોલરની સપાટી ઉપર ટ્રેડ થવા લાગ્યું છે. એમસીએક્સ નવેમ્બર ૪૧૩૭ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૧૭૦ અને ત્યાર બાદ ૪૨૦૦ સુધી પહોંચી શકે છે.નીચામાં હવે ૪૦૦૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 1

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના છેલ્લા દિવસની શરૂઆત તેજી સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ફરી વિલંબમાં પડવાના અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ચાઈનાની આયાતો પર આકરી ટેરિફ લાદવાની ચીમકી આપતાં અને હોંગકોંગમાં સતત અશાંતીથી વૈશ્વિક બજારો ડામાડોળ થયા બાદ પણ અસ્થિરતા સાથે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડને પગલે ભારતીય શેરબજારોમાં સાવચેતીમાં અફડાતફડી બાદ તેજી જોવાઈ હતી. આરંભિક કામકાજમાં સાવચેતી વચ્ચે ફંડોએ એક તરફ મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝમાં વેચવાલી સાથે ટેલીકોમ કંપનીઓના સુપ્રિમ કોર્ટના આદેશ બાદ હવે ત્રણ મહિનામાં જ રૂ.૯૨,૦૦૦ કરોડ સરકારને  ચૂકવવાના ફરમાને ટેલીકોમ શેરોમાં ગાબડાં પડયા સામે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં શોર્ટ કવરિંગ કર્યા સાથે ક્ધઝયુમર ડયુરેબલ્સ શેરોમાં લેવાલી કરતાં અને આઈટી શેરોમાં પસંદગીના આકર્ષણે બજાર નેગેટીવ ઝોનમાંથી પોઝિટીવ ઝોનમાં આવ્યો હતો. આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૨ પૈસા નબળો પડીને રૂ.૭૧.૯૭ થઈ જતાં અને ફોરેન ફંડોની ફરી શેરોમાં ઘટાડે શોર્ટ કવરિંગ સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં લેવાલી થતાં સેન્સેક્સ અફડા – તફડીના અંતે તેજી કરી હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ સતત તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ખરીદી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૯ અને વધનારની સંખ્યા ૯૪૦ રહી હતી. ૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં ભારતીય રિટેલ ફુગાવો નવેમ્બરમાં વધુ વધીને ૫% સુધી પહોંચે તેવા સંજોગો છે છતાં રિઝર્વ બેન્ક વિકાસની ચિંતાને કારણે વ્યાજ દરમાં સતત બે વખત ઘટાડો કરે તેવી શકયતા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવો ઓકટોબરમાં વધીને ૪.૬૨% રહ્યો છે, જેને પગલે વ્યાજ દર સંદર્ભમાં રિઝર્વ બેન્કના વલણને લઈને ચિંતા ઊભી થઈ છે. ફુગાવાનો દર ૪% સુધી સીમિત રાખવાનો રિઝર્વ બેન્કનો ટાર્ગેટ રહેલો છે. વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને ૫% સાથે ૬ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો અને સપ્ટેમ્બરનો પણ ઘટવા સંભવ છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૯૧૯ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૪૭ પોઈન્ટ થી ૧૧૯૭૩ પોઈન્ટ, ૧૧૯૯૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇંઉઋઈ બેન્ક ( ૧૨૭૮ ) :- રૂ.૧૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૪ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ઇન્ફોસિસ ( ૭૦૭ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૩ થી રૂ.૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઇન્ડીગો ( ૧૪૬૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૪૧ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એરલાઇન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૮૩ થી રૂ.૧૫૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.