શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી: સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ઉછળ્યો

નિફટીએ ૧૩૦૦૦ની સપાટી વટાવી: ઓએનજીસી, ભારતી એરટેલ, બજાજ ઓટો, એક્સિસ બેન્ક, એનટીપીસી શેર વધ્યા

ભારતીય શેરબજારમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે જોવાયેલી તેજીથી રોકાણકારો ખુશ થઈ ગયા હતા. સેન્સેક્સ ૬૦૦ અંક વધી ૪૭૦૪૨ પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૧૬૭ અંક વધી ૧૩,૭૬૪ પર કારોબાર કરી રહી છે. સેન્સેક્સ પર ONGC, ભારતી એરટેલ, બજાજ ઓટો, એક્સિસ બેન્ક, ગઝઙઈ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ONGC ૩.૮૫ ટકા વધી ૯૪.૩૦ પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ ૨.૪૪ ટકા વધી ૫૧૯.૭૫ પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, ડો. રેડ્ડી લેબ્સ, ઝઈજ, સન ફાર્મા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ ૧.૧૦ ટકા ઘટી ૧૨૩૯.૧૫ પર કારોબાર રહી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ ૦.૪૮ ટકા ઘટી ૨૬૩૦.૦૦ પર કારોબાર કરી રહ્યો છે.બુધવારે અમેરિકાનાં બજારોમાં ઝડપી તેજી જોવા મળી છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૦.૩૮ ટકાના વધારા સાથે ૧૧૪ અંક વધી ૩૦૧૨૯ પર બંધ થયો હતો. આ રીતે જ-ઙ ૫૦૦ ઈન્ડેક્સ પણ ૨ અંક વધી ૩૬૯૦ પર બંધ થયો હતો. બીજી તરફ, નેસ્ડેક ૩૬ અંક ઘટી ૧૨,૭૭૧ પર બંધ થયો હતો.બીજીતરફ યુરોપનાં બજારમાં ભારે ખરીદી રહી હતી. ફ્રાન્સનો ઈઅઈ ઈન્ડેક્સ ૬૦ અંક(૧.૧૧ ટકા) વધી ૫૫૨૭ પર બંધ થયો હતો. જર્મનીનો ઉઅડ ઈન્ડેક્સ ૧૬૯ અંક(૧.૨૬ ટકા)ના વધારા સાથે ૧૩,૫૮૭ પર બંધ થયો હતો.

બેક્ટર્સ ફૂડના બમ્પર લિસ્ટિંગથી રોકાણકારોને બખ્ખા

બેક્ટર્સ ફૂડનુ આજે ૫૦૦ મા લિસ્ટિંગ  NSE મા થયુ છે જ્યારે BSE મા ૫૦૧ મા લીસ્ટિંગ થયુ છે. શેર ૨૮૮ મા આપ્યો છે આમ દસ દિવસ ના રોકાણ મા રોકાણકારો ને ૧૦૦%નો નફો થયો છે . શેરનો ભાવ વધીને NSE મા ૬૦૦ થયો હતો જે ડબલ થી વધુ નુ વળતર કહેવાય. આમ IPO ની મોસમ ખીલી છે અને રોકાણકારો ને  તગડો નફો થયો તેવું શેર બ્રોકર પરેશ વાઘાણીએ જણાવ્યું હતું.