Abtak Media Google News

દોઢ ઇંચ વરસાદમાં ગોઠણ ડુબ પાણી ભરાયા. રહેવાસીઓ પરેશાન

મેયરના મત વિસ્તાર એવો વોર્ડ નં.૧૦ ના સત્યસાંઇ હોસ્પિટલ, મારુતિ ચોક, મારુતિ પાર્ક સોસાયટી, શિવઆરાધના સો. અલપ રેસીડન્સ વગેરે વિસ્તારના મેઇન રોડ તથા શેરીઓમાં દોઢ ઇંચ વરસાદે પણ ગોઠણડુબ પાણી ભરાતા સોસાયટીવાસીઓ તથા વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

મોટા જથ્થામાં આવતા પાણીના નિકાલ માટે મનપા દ્વારા બે વર્ષ પહેલા અહીં કરોડેોના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાખેલ છે. પરંતુ ત્યારપછી વરસાદી પાણીની આ સમસ્યામાં બધુ ફરક પડેલ નથી.

સ્ટોર્મ વોટર ડ્રેનેજ માં પાણી ઉતારવા માટે જાળીઓ મુકત આવેલ છે. પરંતુ તેની ડિઝાઇન ભૂલ ભરેલી લાગે છે. બીગબજાર પાસે મુકવામાં આવેલ જાળીઓની સાલઝ ડિઝાઇન અને સ્થીતી એવી છે કે વરસાદી પાણી ડ્રેનેજમાં જવાના બદલે ઉપરથી જાય છે. એટલે કે ઓવર ટોપીંગ થઇ જાય છે. ઉપરાંત રોડની બન્ને બાજુ મુકેલી જાળીઓ નવા બાંધકામના કારણે બંધ થઇ ગયેલ છે.

સત્યસાંઇ રોડ ઉપર હોસ્પિટલ પાસે તથા મારુતી ચોકમાં મુકવામાં આવેલ જાળીઓની સાઇઝ જરુર કરતા નાની છે. વળી વરસાદ અગાઉ કે ચાલુ વરસાદે આ જાળીઓની સફાઇ થતી નથી જેથી કચરો તથા મટીરીઅલ ભરાઇ જવાથી પાણી પુરતા પ્રમાણમાં અંદર ઉતરી શકતું નથી.

આ બધા કારણોસર થોડા વરસાદે પણ અહીં વધુ પાણી ભરાઇ છે. વરસાદી પાણીની ની આ સમસ્યાથી સ્થાનીકો તથા વાહનચાલકો ત્રાહીમાન પોકારી ગયા છે. ભાજપના મેયર સહીતના ચુંટાયેલા કોર્પોરેટરોને સહેજ પણ લોનોની પડી નથી. એવું વોર્ડ નં.૧૦ના કોંગ્રી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.